આ એક ઉપાય કરીને બનાવો તમારી મૂછ અને દાઢી કાળી અને લાંબી, જેને મૂછો આવતી ના હોય તેના માટે પણ અસરકારક ઉપાય

મિત્રો આજના યુગમાં યુવા પેઢી પાસે બીજું કાંઈ હોય કે ના હોય પણ દાઢી મુછ હોવી ખૂબ જરૂરી છે.

જો છોકરાને દાઢી અને મૂછ ના હોય તો તેને તેના મિત્ર વર્તુળમાં શરમજનક લાગે છે.

આપણે જાણીએ છીએ કે આજકાલ બજારમાં માલિશ કરવા માટે ઘણા પ્રકારના તેલ અને શેમ્પુ ઉપલબ્ધ છે પરંતુ તેની કિંમત ખૂબ જ ઊંચી હોવાના કારણે દરેક લોકોને તે લેવાનું પરવડતું નથી.

પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી આપણે એવી ઘરેલુ રેસીપીની વાત કરી રહ્યા છીએ જે માત્ર પાંચ રૂપિયાના ખર્ચમાં તમને દાઢી મુછ આવવાનું શરૂ થઈ જશે.

જે લોકોની દાઢી આછી આવે છે અને વાળ જાડા નથી થતા તો આ ઉપાય કરવાથી દાઢી જાડી અને લાંબી બનાવી શકાય છે.

દાઢી ઉગાડવા માટે ડુંગળી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે.

ડુંગળીની અંદર સલ્ફર સૌથી વધુ માત્રામાં રહેલું હોય છે જેથી ડુંગળીના ઉપયોગથી તમે તમારા ઝાંખા વાળને પણ ઉગાડી શકો છો કારણ કે સલ્ફર એક એવું તત્વ છે જે હાર્મોનિક રોગોને દૂર કરે છે.

તમારા દાઢીમાં વાળનો અભાવ અથવા કપાળ ઉપર ટૂંકા વાળ વગેરે હાર્મોનિક રોગ છે.

સૌપ્રથમ તમારે ડુંગળી લેવાની છે પછી તેની સંપૂર્ણ છાલ કાઢી નાખવાની છે ત્યારબાદ છાવણીથી અથવા બ્લેન્ડરથી તેનો છૂંદો કરી તમારે ડુંગળીની પેસ્ટ બનાવવાની છે.

હવે આ પેસ્ટને હાથથી દબાવીને બાઉલમાં તેનો રસ કાઢો તેમાંથી માત્ર આઠ થી દસ ટીપાં લેવાના છે ત્યારબાદ તેના રસમાં વિટામિન ડીનો કેપ્સુલ કાપીને નાખો પછી તેને બરાબર મિક્સ કરી લો.

હવે આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવતા પહેલાં તમારે તમારા ચહેરાને ગરમ પાણીથી સારી રીતે ધોઈ નાખવું જોઈએ જેથી તમારા ચહેરાના રોમછિદ્રો યોગ્ય રીતે ખુલી જાય.

ત્યાર બાદ તમારે થોડું કોટન લેવાનું છે. રૂ ને પેસ્ટમાં ડુબાડીને જ્યાં તમારી દાઢી ઊગતી નથી ત્યાં લગાવવાનું છે.

10 અથવા 15 સેકન્ડ માટે આવું કરો. ડુંગળીમાં સલ્ફર ખૂબ જ વધારે પ્રમાણમાં હોવાથી તમારા વાળ ઉગાડવામાં મદદરૂપ થશે.

તમારે આ પ્રયોગ ફક્ત એક મહિના સુધી કરવાનો છે. તમારી સરસ અને જાડી દાઢી આવવાની શરૂઆત થઇ જશે.

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં.

તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.