અમરેલીમાં ટકરાયુ ભયંકર વાવાઝોડુ : કેરીના પાકને થયુ મોટુ નુકસાન

મિત્રો આપણે જાણીએ છીએ કે કાળઝાળ ગરમી વચ્ચે અચાનક જ ગુજરાતના અનેક જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો હતો જેમાં ખાસ કરીને અમરેલી જિલ્લામા અચાનક હવામાનમાં પલટો આવતા માવઠું થયું હતું.

અમરેલી જિલ્લામાં વ્યાપક ગરમી અને ભેજવાળા પવનોને કારણે સી.બી. કલાઉડ સર્જાતા અમરેલી જિલ્લામાં વરસાદ અને કરા પડયા હતા.

અમરેલીથી મળતી માહિતી મુજબ કાળઝાળ ગરમી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાવરકુંડલા પંથક અને ખાંભા ગીર પંથકમાં ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડીનો માહોલ પ્રસરી ગયો હતો જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ ભયાનક પવનને કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હોય તેવી ભીતિ સેવાઈ રહી છે જેને કારણે જગતનો તાત ખેડૂત ચિંતાતૂર બની ગયો છે.

અચાનક જ ખાંભા ગીરનાં ગામડાઓ અને સાવરકુંડલા પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદનું કરા સાથે આગમન થતાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી હતી તો બીજી તરફ આ વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

ખાંભા ગીરના ગામડાઓમાં તો જાણે વાવાઝોડું આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. ભારે પવનના સૂસવાટા શરૂ થઈ ગયા હતા અને ગાજવીજ સાથે ચોમાસુ જામ્યુ હોય તેવો માહોલ સર્જાયો હતો.

એકંદરે લોકોને વરસાદથી ગરમીમાં રાહત મળી પરંતુ કેરીના પાકને અને ઉનાળા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હોય ખેડૂતોના જીવ ઉંચા થઈ ગયા છે.

આ ઉપરાંત પાટણ જિલ્લાના ચાણસ્મામાં બપોરના સમયે વાવાઝોડું આવતા માર્કેટયાર્ડની દુકાનોના પતરા અને શેડ ઉડી ગયા હતા. ભારે પવનને કારણે શેડ વાળા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે સદ્નસીબે આજુબાજુ કોઇ ના હોવાથી જાનહાની ટળી હતી.

આ ભયંકર વાવાઝોડાને કારણે માર્કેટ યાર્ડમાં જણસી પલળી ગઈ હતી જ્યારે માર્કેટ યાર્ડના સેડ ઉડતા લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.

આવી રીતના ભર ઉનાળે અમરેલી જિલ્લા અને પાટણ જિલ્લામાં વાવાઝોડાનો માહોલ સર્જાયો હતો અને વ્યાપક પ્રમાણમાં નુકશાન પણ થયું છે.

મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું હતું કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.