આગામી 48 કલાક અતિભારે : વાવાઝોડું બન્યું ભયાનક, જાણો ક્યાંથી પસાર થશે વાવાઝોડું

મિત્રો બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાતી તોફાન હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે. બંગાળની ખાડી અને આંદામાન ઉપરનું આ લો પ્રેસર ઊત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

આઇએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા પ્રમાણે 8 મે સુધીમાં ચક્રવાત બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે અને ત્યાર બાદ તેની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે.

હવામાન ખાતુ આ ચક્રવાતો પર ચાંપતી નજર રાખી રહ્યું છે. વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ઝારખંડ પર પડી શકે છે.

મિત્રો આ ચક્રવાતી તોફાનના કારણે ઓડિશા સરકારે 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 48 કલાકમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાય શકે છે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાતને લઈને તાબડતોબ બેઠક યોજી છે અને આ બેઠકમાં ડિઝાસ્ટર વિભાગ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ઓડિશા સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાદ્ય પદાર્થો પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત એનડીઆરએફની ટીમો પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ તૈયાર થઈ ગઈ છે.

સાવચેતીના પગલારૂપે ઓડિશાના મલકાનગરીથી મયુરભંજ સુધીના 18 જિલ્લાના કલેકટરને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે વર્ષ 2021 માં ભારતમાં ત્રણ ચક્રવાતો આવ્યા હતા. ચક્રવાત જવાદ ડિસેમ્બર 2021 માં આવ્યું હતું જ્યારે ચક્રવાત ગુલાબ સપ્ટેમ્બર 2021 માં આવ્યું હતું આ સિવાય ચક્રવાત યાસ મે 2021 માં આવ્યું હતું.

મિત્રો ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર છે કે આ વાવાઝોડુ ગુજરાતને બિલકુલ અસર કરવાનું નથી. વાવાઝોડું પૂર્વ ભારતના દરિયા કાંઠાના વિસ્તારોને જ અસર કરશે અને ત્યારબાદ દરિયામાં જ નબળું પડી જશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.