વાવાઝોડું બન્યું વધુ ભયંકર : હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ, જાણો શું કહ્યું હવામાન વિભાગે?

મિત્રો વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, વર્ષનું પહેલું વાવાઝોડું 10મી મે ના રોજ દક્ષિણ ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળ અને ઓરિસ્સાના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સમય દરમિયાન પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત શનિવારે સાંજે આંદામાન સમુદ્રમાંથી બંગાળની ખાડી તરફ આગળ વધ્યું અને હવે બંગાળ, ઓડિશા અને ઝારખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે.

આ ઉપરાંત આ વાવાઝોડું ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પણ ટકરાઈ શકે છે.

રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.

જો વાવાઝોડાની અસર વિશે વાત કરીએ તો પશ્ચિમ બંગાળ, આસામ, સિક્કિમ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા સહિત ઉત્તર પૂર્વના ઘણા રાજ્યોમાં તબાહી મચાવી શકે છે.

આ ઉપરાંત 9 મેથી દરિયામાં ઉંચા મોજા ઉછળવાના કારણે માછીમારોને દરિયાઇ વિસ્તારમાં જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે.

આ વાવાઝોડું દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારને સમાંતર ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધશે જેને કારણે વાવાઝોડાની અસર ગુજરાત ઉપર થશે નહીં.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.