ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર / વાવાઝોડું આવી રહ્યું છે? જાણો સંપૂર્ણ માહિતી

મિત્રો ગુજરાત રાજ્યના લોકો માટે મહત્વનાં અને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

એક મોટી આગાહી કરવામાં આવી છે પરંતુ આગાહી કોઈ વરસાદની નથી પરંતુ વાવાઝોડાની છે. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જે ગુજરાતીઓ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે પૂર ઝડપે વાવાઝોડું ફૂંકાય શકે છે અને વાવાઝોડાની આગાહીને કારણે દરિયાકિનારે વાવાઝોડું અને ઉંચા મોજા ઉછળે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવેલી હોવાથી સુવાલી બીચ બંધ કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત માછીમારોને પણ દરિયામાં ન જવાની અને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

મિત્રો એચ ડીવિઝન સુરત શહેર દ્વારા વાવાઝોડાની આગાહીને કારણે ડુમ્મસ અને સુવાલી બીચ બંધ કરી દેવામાં આવ્યો છે જ્યાં સુધી આગળનો આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી ડુમ્મસ અને સુવાલી બીચ બંધ રહેશે.

અરબી સમુદ્રમાં નોર્થઇસ્ટ દિશામાં એક ડિપ્રેશન ઉદ્ભવ્યું છે જેને કારણે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની આગાહી કરવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટરની વાવાઝોડું ફૂંકાવાની સાથે દરિયામાં ઉંચા મોજા ઉછળે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વાવાઝોડાની શક્યતાને કારણે સુરત શહેર પોલીસ દ્વારા ડુમ્મસ અને સુવાલી બીચ 18 તારીખથી બંધ કરી દેવામાં આવ્યો છે અને જ્યાં સુધી આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી બંધ રહેશે.

આ ઉપરાંત દરિયાકિનારે સહેલાણીઓને જવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.