પાટણમાં આવ્યું ભયંકર વાવાઝોડું – મકાનો, દુકાનો, પતરા શેડ ઉડી ગયા

મિત્રો આપણે જાણીએ છીએ કે રાજયભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

અસહ્ય ગરમીમાં બે દિવસ પહેલા આપણે જાણીએ છીએ કે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં આશ્ચર્ય સર્જાયું હતું.

મિત્રો ગઈ કાલે પાટણ જિલ્લામાં ભારે વૈશાખી વાયરા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને પાટણના ચાણસ્મામાં વાવાઝોડું આવતા માર્કેટયાર્ડમાં દુકાનોનાં પતરાં અને શેડ ઉડી ગયા હતા.

મિત્રો ઉત્તર ગુજરાતમાં પાટણ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો જેમાં ચાણસ્મા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં દુકાનો મકાનોના પતરા ઉડી ગયા હતા.

ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યા બાદ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું હતું.

મિત્રો મળતી માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના ચાણસ્મા બપોરના સમયે વાવાઝોડું ફૂંકાયું હતું જેથી માર્કેટયાર્ડની દુકાનોના પતરા અને શેડ ઉડી ગયા હતા.

મિત્રો શેર ઉડવાના સીસીટીવીના ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે. સદ્નસીબે આજુબાજુમાં કોઇ ના હોવાથી જાનહાની ટળી હતી.

વાતાવરણમાં થોડો પલટો આવતા ગરમીમાં રાહત મળી હતી પરંતુ ભારે પવનને કારણે નુકસાન પણ ઘણું થયું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાટણ વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન ઉનાળાની સીઝન ચાલી રહી છે જેમાં ઘણા સ્થળોએ તો લગ્નના મંડપ પણ ઉડી ગયા હતા.

આ ઉપરાંત કેટલાક ગામડાઓમાં તો ધૂળની ડમરીઓ ઉડતા આજુબાજુ દેખાવાનું બંધ થઈ ગયું હતું જોકે વૈશાખી વંટોળને કારણે ગરમીમાં થોડો ઘટાડો થતાં લોકો લોકોએ રાહત અનુભવી હતી.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.