સાવધાન / ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયા કિનારાના વિસ્તારોમાં 50 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા સેવાઈ રહી છે અને ભારે પવનના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળવાની પણ શક્યતા સેવાઇ રહી છે.

જેને કારણે તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત સહેલાણીઓ માટે તંત્ર દ્વારા ડુમસ અને સુવાલી બીચ બંધ કરી દેવામાં આવ્યું છે.

જ્યા સુધી આગામી આદેશ ના મળે ત્યાં સુધી આ બંને બીચ બંધ રહેશે અને લોકોને ત્યાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

સુરત પોલીસ તંત્ર દ્વારા બંને દરિયાકિનારાને બંધ કરી દેવામાં આવ્યા છે જેને કારણે કોઇ અનિચ્છનીય ઘટના ના ઘટે.

ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પવન ફૂંકાવાની શક્યતાને જોતા તકેદારીના ભાગરૂપે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ડુમસ અને હજીરા પોલીસ એલર્ટ થઈ ગઈ છે. આ ઉપરાંત ડુમસ બીચ ઉપર રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ સુવાલી બીચ ઉપર પણ પોલીસને તહેનાત કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત હજીરા પોલીસે જણાવ્યું હતું કે સુવાલી બીચ થી એક કિલોમીટર દૂર બેરીકેડ મુકી દેવામાં આવ્યા છે અને પોલીસને તહેનાત કરી દેવામાં આવી છે જેને કારણે કોઈ સહેલાણી ત્યાં જઈ ના કરી શકે.

આગાહીના પગલે આગામી દિવસોમાં દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતાને જોતા અને ભારે પવન ફૂંકાવાની શક્યતાને આધારે કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે અને લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં લઈને સુરતના આ બંને બીચને હાલમાં સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

સુરતના દરિયામાં માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સૂચના કરવામાં આવેલ છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.