આજે દરિયાકિનારે ત્રાટકશે વાવાઝોડું, નવ જિલ્લામાં અપાયુ રેડ એલર્ટ

મિત્રો આપણે જાણીએ છીએ કે તમિલનાડુમાં ચેન્નઈ સહિત સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનો કહેર જારી છે.

ગઈ કાલ રાત સુધી રાજ્યમાં વીજળીના ચમકારા સાથે ભીષણ વરસાદ પડ્યો હતો જેના કારણે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેન્ગલ્પેટ વગેરે જેવા જગ્યાએ પુર જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ હતી.

આ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલા લો પ્રેસર વાવાઝોડાને કારણે આગામી બે દિવસ તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલું આ લો પ્રેશર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને આજે તમિલનાડુના દરિયા કાંઠા સુધી પહોંચી શકે છે અને આ તોફાનને ધ્યાનમાં રાખીને રાજ્યના નવ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આપણે જાણીએ છીએ કે બંગાળની ખાડીમાં વારંવાર ચક્રવાતો ઉત્પન્ન થતા રહે છે અને તેમાંથી ઘણા વાવાઝોડામાં પરિવર્તિત પામે છે અને દરિયાકાંઠાના વિસ્તારો સાથે ટકરાય છે.

ભારેથી અતિભારે વરસાદને કારણે મૃત્યુ આંક 12 પર પહોંચ્યો છે. આ ઉપરાંત સ્કૂલો કોલેજો પણ 10 અને 11 તારીખે બંધ રાખવામાં આવી છે અને મોટાભાગના લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.