ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ : 8 જેટલા ખલાસીઓ ગુમ, 15 બોટ તણાઈ 

મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા બે દિવસથી સમગ્ર દેશના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ઠેરઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

બંગાળના ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

આ ઉપરાંત શિયાળામાં આવેલા હવામાનમાં પલટાના કારણે ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે જેની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહે છે.

ગુજરાત રાજ્યમાં ડિસેમ્બરના મહિનામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે દીવમાં મોટી દુર્ઘટના થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ગુજરાતના દીવના દરિયામાં ભારે પવનના કારણે આશરે 8 જેટલા માછીમારો ગુમ થયા છે અને 15 બોટો તણાઇ ગઇ છે.

મિત્રો ગઇકાલે રાતથી જ દિવમાં વરસાદ પડી રહ્યો છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

વરસાદ અને ભારે પવનના કારણે બંદર પરથી 15 જેટલી બોટો તણાઇ ગઇ છે અને 8 જેટલા ખલાસીઓને ગુમ થયાના સમાચાર સામે આવ્યા છે.

જેથી કરીને તેના પરિવારમાં ચિંતાનો માહોલ છવાયેલો છે. ઉપરાંત સ્થાનિક તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.

હાલમાં સમગ્ર ગુજરાતમાં ઠંડા પવન સાથે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં 1 ઇંચથી લઇને 6 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.

મિત્રો તમારા વિસ્તારમાં હવામાન કેવું છે? કેવો પવન ફૂંકાઇ રહ્યો છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.