આવતીકાલે ટકરાશે વાવાઝોડું અસાની : 125 કિ.મી ની ઝડપે ફૂંકાશે પવન, સાવધાન
મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલું તોફાન અસાની વાવાઝોડાએ રફ્તાર પકડી છે.
બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ વાવાઝોડું આવતીકાલે બંગાળ, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયાકાંઠાના વિસ્તારમાં ટકરાઈ શકે તેવી શક્યતા છે.
આ વાવાઝોડાના સાવચેતીના પગલારૂપે દરિયાકાંઠાના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
હાલમાં અસાની વાવાઝોડું વિશાખાપટ્ટનમથી 940 કિલોમીટર અને ઓરિસ્સામાં પુરીથી 1000 કિલોમીટર દૂર છે.
આ વાવાઝોડુ આવતીકાલે પશ્ચિમ બંગાળ સુધી પહોંચી શકે છે જેને લઇને રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષાને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
એનડીઆરએફ, કોસ્ટગાર્ડ અને નેવીની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આ વાવાઝોડાને લઈને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા સહિત રાજ્યના દક્ષિણ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત માછીમારોને 10 મેથી આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ પોતાની આવનારી બેઠકોને હાલમાં રદ કરી દીધી છે.
ચક્રવાતી તોફાનને કારણે ઓડીશા ઉપરાંત બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, આંધ્ર પ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ બધા રાજ્યોમાં વરસાદનું યલ્લો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડું વર્ષ 2022 નું પહેલું ચક્રવાતી તોફાન હશે.
નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.
હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.