ચક્રવાત બન્યુ વાવાઝોડું “અસાની” : હવામાન વિભાગે જાહેર કર્યું હાઇ એલર્ટ, થઈ જાવ સાવધાન

મિત્રો આસની નામનું ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી સંભાવના છે.

ચક્રવાત હાલમાં વિશાખાપટ્ટનમથી 940 કિલોમીટર અને ઓડિશાના પુરીથી 1000 કિલોમીટર દુર છે.

10મી મે ના રોજ આ વાવાઝોડું પશ્ચિમ બંગાળમાં પહોંચી શકે છે જેને લઇને રાજ્ય સરકાર હાઇએલર્ટ પર છે.

આ ચક્રવાતને પહોંચી વળવા માટે બંગાળ દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈયારીઓ ચાલી રહી છે. દરિયાકાંઠાના જિલ્લાઓના દરેક સબડિવિઝન અને હેડ ક્વાર્ટર્સમાં કંટ્રોલરૂમ ખોલવામાં આવી રહ્યા છે.

આ તોફાનને જોતા પાંચ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ એસડીઆરએફ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડ અને નેવીની ટીમ એલર્ટ પર છે.

IMD એ જણાવ્યું છે કે મંગળવારથી ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા સહિત રાજ્યના દક્ષિણ ભાગમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત માછીમારોને પણ આવતીકાલથી જ્યાં સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

10 મે ના રોજ દરિયામાં પવનની ઝડપ વધીને 90 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાતી તોફાનનું નામ “આસની” રાખવામાં આવ્યું છે જેનો મતલબ થાય છે ક્રોધ જે એક સિંહલી ભાષાનો શબ્દ છે.

હાલમાં આ તોફાન આંદામાન ટાપુઓમાં પોર્ટબ્લેરથી 380 કિલોમીટર પશ્ચિમમાં બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં કેન્દ્રિત છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.