ગુજરાતીઓ માટે હાલ ચાલુ પાંચ મોટી યોજના, દિવાળી પહેલા જરૂર લાભ ઉઠાવો

નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અને જાહેર જનતા માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે જેમાં આજે આપણે જાણીશું હાલ ચાલુ હોય તેવી 5 યોજના વિશે જેનો ફાયદો ગુજરાતની જનતાને થવાનો છે.
1. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0 હેઠળ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ લોકડાઉનના સમયગાળામાં મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા હતા.

આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે pmujjwalayojana.com વેબસાઇટ પર જવાનું રહેશે. આ વેબસાઇટ પર જઇને તમારે એક ફોર્મ ભરવાનું રહેશે જેમાં તમારું નામ, ફોન નંબર, ઇ-મેલ આઇડી વગેરે માહિતી આપવાની રહેશે.

આટલું કર્યા પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે ત્યારબાદ તમે વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકશો.

2. પાકોની ટેકાના ભાવે ખરીદી

ગુજરાતના ખેડૂતોને પોતાના તૈયાર થયેલા પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ટેકાના ભાવે મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી કરવામાં આવશે જેમાં ખેડૂતોને નક્કી કરેલા ભાવ મળશે.

જે ખેડૂત મિત્રો ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તો તેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલમાં ચાલુ છે.
મગફળી માટે નોંધણીની તારીખ : 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2021
ડાંગર મકાઇ અને બાજરી માટે નોંધણીની તારીખ :  1 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર 2021

3. પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ

મિત્રો સરકાર દ્વારા લોકોના આરોગ્ય માટે મા અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડ આપવામાં આવે છે પરંતુ હવે સરકાર આ બંને કાર્ડની જગ્યાએ એક પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ આપી રહ્યા છે.

જેમાં પાંચ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે એટલે બધા લોકોને ખાસ વિનંતી કે આ નવું કાર્ડ નજીકના આરોગ્ય કેન્દ્ર પર અથવા કોઈ સરકારી કચેરી પર જઈને કઢાવી લે.

આ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ હવે વ્યક્તિ દીઠ આપવામાં આવશે એટલે દરેક વ્યક્તિનું એક અલગ અલગ કાર્ડ સરકાર બનાવી આપશે જેથી લાભ લેવામાં સરળતા રહે.

4. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી

સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે જે ખેડૂત મિત્રો ગાય આધારિત ખેતી કરે છે તેવા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ પેટે દર મહિને 900 રૂપિયા આપવામાં આવે છે એટલે કે વાર્ષિક 10800 રૂપિયાની સહાય સરકાર ચૂકવશે.

જેના માટે જરૂરી ડોક્યુમેન્ટસમાં તમારું આધાર કાર્ડ, રેશનકાર્ડ, બેંક પાસબુક, 7/12,  8અ નો દાખલો અને ગાયને લગાવેલ ટેગ નંબર જરૂરી છે.

5. એકવાર પ્રીમીયમ દર મહીને  પેન્શન

મિત્રો સરકારી વીમા કંપની એટલે કે LIC દ્વારા પેન્શન માટે નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે સરળ પેન્શન સ્કીમ.

જે લોકો ઈચ્છતા હોય કે તેને ભવિષ્યમાં પેન્શન મળે તો તેવા લોકો માટે આ પેન્શન સ્કીમ ખૂબ જ સારી છે જેમાં તમારે એક જ વાર પ્રીમિયમ ભરવું પડશે પછી આજીવન પેન્શન મળતું રહેશે.

આ યોજના 40 વર્ષથી 80 વર્ષના લોકો માટે છે. આ યોજનામાં તમારે બાર હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે.

જો તમે દર મહિને પેન્શન મેળવવા માંગો છો તો ઓછામાં ઓછા 1000 રૂપિયાનું પેન્શન લઇ શકો છો, જેમાં ત્રણ મહિના માટે 3000 રૂપિયા, છ મહિના માટે 6000 રૂપિયા અને બાર મહિના માટે 12000 રૂપિયા પેન્શન લઈ શકાય છે અને મહત્તમ પેન્શનની કોઈ મર્યાદા નથી.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.