ખૂબ જ દર્દનાક ઘટના : અચાનક લાગેલી આગમાં 100 કરતાં વધુ ગાયો જીવતી સળગી

મિત્રો આગ લાગવાની ઘટના દિવસે દિવસે વધી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક ઝૂંપડપટ્ટીમાં ભિષણ આગની ઘટના સામે આવી છે.

મિત્રો જે સ્થળ પર આગ લાગી હતી ત્યા ગૌ શાળા પણ આવેલી હતી.

હિંડન નદીના કિનારે ઝૂપડાઓમાં લાગેલી ભીષણ આગને કારણે ઓછામાં ઓછી સો ગાયો સળગીને મૃત્યુ પામી હોવાની માહિતી સામે આવી છે.

મિત્રો સોમવારે લગભગ બપોરે દોઢ વાગ્યે ગાઝિયાબાદની કનાવની ગામમાં ભીષણ આગ લાગી હતી.

ગાઝિયાબાદ ઝુપડપટ્ટી વિસ્તારમાં ઘણા બધા કચરાના ઢગલા પડ્યા હતા. અહીં લાગેલી એક નાની એવી ચિનગારીએ ભીષણ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર વિસ્તારને પોતાના ભરડામાં લઇ લીધો હતો.

આ ઘટના અંગે ફાયરબ્રિગેડની ટીમને માહિતી મળતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સમયે આગ લાગવા સાથે મોટા વિસ્ફોટ પણ થયા હતા.

એવું માનવામાં આવે છે કે આ વિસ્ફોટો સિલિન્ડર ફાટવાને લીધે થયા છે. આગમાં ભયાનક વિસ્ફોટ થવાને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

મુખ્યમંત્રી આદિત્યનાથે આ ઘટનાની જાણ થતા જ તેણે બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે આદેશ આપ્યા હતા.

આ આગ એટલી ભીષણ હતી કે તેની પાછળ બનેલી ગૌશાળાને પણ ઝપેટમાં લઇ લીધી હતી. આ ગૌ શાળામાં મોટી સંખ્યામાં ગાયો હતી.

આ ઘટના બનતાની સાથે જ ગૌશાળાના માલિકે મોટાભાગની ગાયને બચાવી લીધી હતી પરંતુ તેમ છતાં સો જેટલી ગાયો હજુ પણ ગૌશાળામાં હતી જે આગના ઝપેટમાં આવી ગઈ હતી.

શ્રીકૃષ્ણ ગૌ સેવાના રાષ્ટ્રીય અધ્યક્ષ જણાવ્યું કે આગ લાગવાની આ ઘટનાને લીધે 100 થી વધુ ગાયો સળગીને મૃત્યુ પામી છે.

આ ભયાનક આગને કારણે થયેલા ધુમાડાને લીધે આજુબાજુના વિસ્તારોને ખાલી કરી નાખવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડની ગાડીઓ અને પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આ આગ કયા કારણસર લાગી છે તેની ચોક્કસ માહિતી હજુ સુધીમાં મળી શકી નથી.

એવું માનવામાં આવી રહ્યું છે કે નજીકમાં રહેલા કચરાના ઢગલામાંથી આ આગ લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.