ખેડૂતો માટે આનંદના સમાચાર : કપાસ ૧૪ હજારની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

મિત્રો આ વર્ષે પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને કપાસનુ વાવેતર કરતા ખેડૂતોનો કપાસ બગડી ગયો હતો અને તેની ગુણવત્તા ઘટી ગઈ હતી.

કપાસના પાકમાં આવેલા મોટા નુકસાનને કારણે કપાસની અછત જોવા મળી રહી છે જેના કારણે તેના ભાવમાં ખૂબ જ સારો વધારો જોવા મળી રહ્યો છે.

પરંતુ ઘણા એવા પણ વિસ્તારો છે જ્યાં કપાસનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં થયું છે અને કપાસની ક્વોલીટી પણ સારી છે.

છેલ્લા બે વર્ષથી કપાસના ભાવ 1000 રૂપિયા પ્રતિમણ સુધી પહોંચ્યા નથી.

હાલમાં ખેડૂતોને કપાસનો ભાવ 1800 રૂપિયા પ્રતિમણની આસપાસ મળી રહ્યો છે પરંતુ હજુ પણ કોટનના ભાવમાં તેજી આવે તેવા સંકેતો કપાસ પકવતા નિષ્ણાતો જણાવી રહ્યા છે.

હાલમાં બજારમાં એક ખાંડીના ભાવ 70000ની આસપાસ પહોંચી ગયા છે. સ્થાનિક બજારોમાં પ્રતિ ખાંડીએ 13000 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક સ્તરે કોટનના ભાવમાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે જેથી ખેડૂતોને કપાસના સારા એવા ભાવ મળી શકે છે.

આ વર્ષે ખેડૂતોને કપાસના પ્રતિ મણ 1800 રૂપિયા મળી રહ્યા છે જે ખેડૂતો માટે ખૂબ જ આનંદ ની વાત ગણી શકાય.

વૈશ્વિક સ્તરે કપાસની વધતી જતી માંગને કારણે સ્થાનિક બજારોમાં ખૂબ જ તેજી આવી છે અને છેલ્લા એક મહિનામાં પ્રતિ ખાંડીએ 13000 થી 14000 નો મોટો ઉછાળો આવ્યો છે. જેથી આ વર્ષે ખેડૂતોને કપાસની ખૂબ જ ઊંચી કિંમત મળશે.

મિત્રો તમે પણ જો કપાસનું વાવેતર કર્યું હોય અને તેને વેચ્યો હોય તો કયા ભાવમાં વહેંચ્યો છે તે કોમેન્ટ કરજો. ધન્યવાદ. જય જવાન જય કિસાન.