કપાસ પકવતા ખેડૂતો માટે સારા સમાચાર : મોદી સરકારે લીધો મોટો નિર્ણય

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કપાસ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા માટે 17408.85 કરોડની સમર્પિત કિંમત સમર્થનને મંજૂરી આપી છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 2014 થી 2021 દરમિયાન (ઓકટોબરથી સપ્ટેમ્બર) સુધી કપાસની એમએસપી હેઠળ થયેલા નુકસાનની ભરપાઈનો ખર્ચ ભોગવવાની CCEA મંજૂરી આપી છે.

આ યોજનાનો લાભ એવા ખેડૂત મિત્રોને મળશે જે ખેડૂતોને કપાસના વાવેતરમાં નુકસાન થયું હોય.

કેન્દ્ર સરકારની આ યોજનામાં 17408.85 કરોડની સહાય ચુકવવામાં આવશે.

કપાસની નુકસાનીનો ખર્ચ સરકાર ભોગવશે તેના માટે સરકાર તરફથી ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.

ટૂંકમાં ખેડૂતોને કપાસની જે પણ નુકસાની થઈ છે તેનો તમામ ખર્ચ સરકાર ભોગવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે.

તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.