જે લોકોએ વેક્સિન નથી લીધી તેના માટે સૌથી મહત્વના સમાચાર, બધા ખાસ જુઓ

ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું કે જામનગરમાં ઓમિક્રોનનો એક કેસ મળ્યો છે.

આ ઉપરાંત high-risk દેશમાંથી દિવસની 8-10 ફ્લાઈટ આવે છે ત્યારે પ્રવાસીઓનું સઘન ચેકિંગ હાથ ધરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે અને આપણી પાસે પણ દવાનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે.

હવેથી જે પ્રવાસીઓ વિદેશથી આવશે તેને સાત દિવસ સુધી કોરેન્ટાઈલ રહેવું પડશે.

કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે અને જે લોકોએ વેક્સિન નથી લીધી તેઓ તાત્કાલિક લઈ લે.

આ ઉપરાંત જેમના વેક્સિનના ડોઝ બાકી છે તેમને ઘરે ઘરે જઈને ઓળખ કરાશે.

કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં કોરોનાની વેક્સિન ફરજિયાત કરવામાં આવી છે જેને લઇને સરકાર દ્વારા આદેશ પણ બહાર પાડવામાં આવ્યા છે.

નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોએ કોરોનાની વેક્સિન નથી લીધી તેના પર હેલ્થ એક્ટ 1973 માં જણાવ્યા પ્રમાણે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ભારતમાં દિવસેને દિવસે ઓમિક્રોનના કેસો વધતા જાય છે અને તેને કારણે બાજી ન બગડે તે માટે વેક્સિનેશનને ફરજિયાત કરવામાં આવ્યું છે.

જે રાજ્યની અંદર વેક્સિનેશન ફરજિયાત નથી ત્યાં પણ હવે આ નિયમ લાગુ કરવો પડે તેમ છે.

કોરોનાના નવા વેરિએન્ટ કોરોના ભારતમાં પાંચ કેસ નોંધાયા છે જેમાં સૌ પ્રથમ બે કેસ કર્ણાટકમાંથી નોંધાયા ત્યારબાદ ગુજરાતમાંથી એક કેસ અને મુંબઈમાં ચોથો કેસ મળી આવ્યો છે જ્યારે દિલ્હીમાંથી રવિવારે પાંચમો કેસ નોંધાયો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.