કોરોનાની ત્રીજી લહેર માત્ર આટલા અઠવાડિયામાં આવી શકે છે !! જાણો ક્યારે આવશે?

એપ્રિલ-મે મહિનામાં કોરોનાની બીજી લહેરે ખૂબ જ તબાહી મચાવી છે અને હવે જૂન મહિનામાં આ થોડી શાંત  પડી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ સંપૂર્ણ ધીમી નથી પડી. સાથે જ કોરોનાની ત્રીજી લહેરને લઈને એક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને એમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ એવું નિવેદન આપ્યું છે કે આવનારા બે મહિનામાં એટલે કે છ થી લઈને આઠ અઠવાડિયામાં કોરોનાની ત્રીજી લહેર ભારતમાં એન્ટ્રી કરી શકે છે.

એમ્સના ચીફે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન એવું નિવેદન આપ્યું હતું કે લોકો કોરોના નિયમોનું પાલન કરતાં નથી અને બેદરકારી દાખવી રહ્યા છે. લોકો કોરોનાની પહેલી અને બીજી લહેર માંથી કશું જ શીખ્યા નથી એવું લાગી રહ્યું છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે આવનારા છ થી લઈને આઠ અઠવાડિયામાં કેસ વધવા લાગશે અથવા થોડા સમય પછી.

આ બધું નિર્ભર કરે છે કે આપણે કેવી રીતે ગાઈડલાઈન્સનું પાલન કરીએ છીએ અને ખાસ તો ભીડ ભેગી થઈ રહી છે અને લોકો ભેગા થઇ રહ્યા છે તો તેને કઈ રીતના રોકવા. કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૪૦ લાખથી વધારે લોકોના જીવ ગયા છે જેમાં ૫૦ ટકા હિસ્સો માત્ર ભારત, અમેરિકા, બ્રાઝિલ, રશિયા અને મેક્સિકોનો છે.

મિત્રો એટલા માટે આપણે બધાએ સાથે મળીને કોરોના વાયરસ સામે લડત આપવાની છે એટલે બને ત્યાં સુધી ઘરની બહાર કામ વગર નથી નીકળવાનું અને ખોટી ભીડ ભેગી થાય તેવું પણ કરવાનું નથી. જો આપણે બધા બેદરકારી દાખવીશું તો કોરોનાની ત્રીજી લહેરને આવતા આપણે નહિ રોકી શકીએ અને તેનો સામનો આપણે હવે કરવો પડશે. જે પહેલી અને બીજી લહેર કરતા પણ ખતરનાક હોઇ શકે છે.