તહેવારો ઉપર મોદી સરકારનો મોટો નિર્ણય : ખાદ્ય તેલના ભાવમાં મોટો ઘટાડો

મિત્રો આપણે જાણીએ છીએ કે દિવાળી નજીક આવી રહી છે અને તહેવારોની સિઝનમાં ખાદ્યતેલ સસ્તું કરવા માટે કેન્દ્ર સરકાર નવા નવા પગલા ભરી રહી છે.

હાલમાં જોવા જઈએ તો પેટ્રોલ-ડીઝલ, શાકભાજી વગેરેના ભાવોમાં ધરખમ વધારો થયો છે ત્યારે સામાન્ય માણસ આ ભાવ વધારામાં પોતાનું ઘર ચલાવી શકતો નથી.

સામાન્ય જનતાને રાહત મળે એટલા માટે સરકારે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકારે કાચા તેલ પરની કસ્ટમ ડયુટી નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે, આ ઉપરાંત સરકારે પામ તેલ અને સનફ્લાવર તેલ પર એગ્રી સેસ અને કસ્ટમ ડ્યૂટીને પણ ઘટાડી દીધી છે.

આ મોંઘવારીની સિઝનમાં સરકારે આ મહત્વનો નિર્ણય લઇને સામાન્ય જનતાને મોટી ભેટ આપી છે.

કેન્દ્ર સરકારે આયાત ડ્યૂટી ઓછી કરી છે જેના કારણે તેલના ભાવમાં પ્રતિ લિટર 15 થી 20 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

આપણે જાણીએ છીએ કે હાલ પેટ્રોલ-ડીઝલ, શાકભાજીથી માંડીને જીવન જરૂરિયાતની બધી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે સરકારે આયાત ડ્યૂટીમાં કાપ મુકી આ તેલના ભાવ ઘટાડ્યા છે.

ઉપરાંત સંગ્રહખોરી અટકાવવા માટે પણ પગલાં ભર્યા છે. ખાદ્યતેલનો સંગ્રહ કરે છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને વેપારીઓ સાથે સંગ્રહ મર્યાદા નક્કી કરવામાં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે.

હાલમાં ક્રૂડ પામ ઓઈલ, ક્રુડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર બેઝીક ડયુટી 2.5%થી ઘટાડીને  શૂન્ય કરવામાં આવી છે.

કૃષિ સેસ પણ ક્રૂડ પામ તેલ માટે 20 ટકાથી ઘટાડીને 7.5 ટકા, સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પર 5 ટકા કરવામાં આવ્યો છે જેના કારણે ખાદ્ય તેલમાં 15 થી 20 રૂપિયામાં ઘટાડો જોવા મળશે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.