વર્ષો જુના ગંદા અને કાળા સ્વીચ બોર્ડને માત્ર પાંચ મિનિટમાં આ રીતે કરો સાફ એકદમ નવું થઈ જશે

મિત્રો ઘણા બધા ઘરોની અંદર જુનુ સ્વીચબોર્ડ હોય છે અને એકદમ ગંદુ થઈ ગયું હોય છે. તો આજે આપણે જાણીશું કે આ જૂના સ્વીચબોર્ડને કઈ રીતના નવું બનાવવું.

ઘરમાં ગૃહિણીઓ ઘરની સાફ-સફાઇ તો કરતી જ હોય છે પરંતુ સ્વીચ બોર્ડની સફાઈ રોજ થતી નથી જેથી તેના ઉપર ગંદકી જામી જાય છે.

જો સમયાંતરે સાફ સફાઈ કરવામાં ન આવે તો સ્વીચ બોર્ડ એટલું બધું ગંદુ અને કાળું પડી જાય છે કે તેના કારણે દિવાલ પણ ગંદી લાગે છે.

કાળા પડી ગયેલા સ્વીચબોર્ડને સાફ કરવું ખૂબ જ સહેલું છે તેના માટે તમારે પહેલા ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપવું પડશે.

ઉદાહરણ તરીકે સ્વીચબોર્ડ સાફ કરતા પહેલા પાવર બંધ કરો અને ત્યારબાદ બીજા ઘરના સભ્યોને જાણ કરો કારણ કે સાફ સફાઈ દરમિયાન કોઈ પાવર ચાલુ કરી દે તો મુશ્કેલી વધી શકે છે.

મિત્રો આપણે રોજ ટૂથપેસ્ટના મદદથી દાંત સાફ કરીએ છીએ પરંતુ તે માત્ર દાંત સાફ કરવા માટે જ નહીં પરંતુ સ્વીચ બોર્ડની સફાઈ કરવામાં પણ વાપરી શકાય છે.

જો રસોડાના સ્વીચ બોર્ડ ઉપર શાકભાજી, મસાલા કે તેલના ડાઘા પડી ગયા હોય તો તમે ટૂથપેસ્ટની મદદથી બોર્ડને સંપૂર્ણપણે સાફ કરી શકો છો.

સૌ પહેલા તમારે એક બાઉલમાં ત્રણથી ચાર ચમચી ટુથપેસ્ટ કાઢીને મૂકવાની છે તેમાં બે ચમચી ખાવાનો સોડા ઉમેરીને બરાબર મિક્સ કરો. આટલું કર્યા પછી તેમાં પાણીના ટીપાં ઉમેરીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને બોર્ડ ઉપર લગાવીને લગભગ 10 મિનિટ સુધી રાખો.

દસ મિનિટ પછી ટૂથબ્રશ અથવા ક્લીનીંગ બ્રશ વડે ઘસીને સાફ કરો અને કપડાથી સાફ કરો. આટલું કર્યા પછી તમે જોશો કે સ્વીચબોર્ડ એકદમ નવું થઈ ગયું છે.

મિત્રો ખાવાના સોડા અને ટૂથપેસ્ટને મિક્સ કરવામાં આવે એટલે બોર્ડ ઉપર રહેલા ડાઘના ક્રિસ્ટલને સક્રિય કરે છે અને નરમ બનાવે છે જેથી સ્વીચ બોર્ડ સરળતાથી સાફ થઈ જાય છે.

આ ઉપરાંત તમે કાળા પડી ગયેલા સ્વીચબોર્ડને સાફ કરવા માટે ટૂથપેસ્ટની જગ્યાએ અન્ય ઘણી બધી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો જેવી કે વિનેગર, લીંબુનો રસ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવી ઘણી વસ્તુઓથી પણ સફાઈ કરી શકાય છે.

મિત્ર સ્વીચબોર્ડ સાફ કર્યા પછી એક કલાક સુધી તમારે પાવર ચાલુ કરવાનો નથી. બોર્ડની સફાઈ કર્યા પછી ચોખ્ખા કપડાથી બોર્ડને ત્રણથી ચાર વખત જરૂર સાફ કરો અને સફાઈ કરતી વખતે પગમાં ચપ્પલ અને હાથમાં મોજાં પહેરવાની ખાતરી કરો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.