નોકરી હોય તો આવી !! ૨૫ લાખ રૂપિયા પગાર માત્ર કરવાનું આ એક જ નાનુ કામ

જ્યારે પણ નોકરીની વાત આવે ત્યારે સૌ પ્રથમ તો આપણા મનમાં 8 થી 12 કલાક કંપનીમાં માનસિક કે શારીરિક કામ કરવાનું હશે તેવું આવી જતું હોય છે.

મિત્રો આજે આપણે વાત કરીશું એક એવી નોકરી વિશે જેમાં કર્મચારીએ ફક્ત પથારી ઉપર સુતા સુતા ટીવી જોવાનું છે અને આરામ કરવાનો છે. છેને મિત્રો ગજબની નોકરી!

એક વેબ પોર્ટલના રિપોર્ટ અનુસાર આ નોકરી લક્ઝરી બેડ કંપની ક્રાફ્ટેડ બેડ્સ આપી રહી છે.

આ નોકરીમાં કર્મચારીએ રોજ 6 થી 8 કલાક બેડ ઉપર સૂવાનું હોય છે અને બેડ વિશે રિવ્યૂ આપવાનુ હોય છે.

ક્રાફ્ટેડ બેડ્સ દ્વારા મેટ્રેસ ટેસ્ટરની નિમણૂક કરવામાં આવી છે જે બેડ ઉપર 6 થી 8 કલાક પસાર કરીને તેના વિશે રીવ્યુ આપે છે.

ક્રાફ્ટેડ બેડ્સ નોકરીમાં પસંદગી પામનારને વાર્ષિક 24 લાખ 79 હજાર રૂપિયા પગાર ચૂકવશે.

કર્મચારીએ અઠવાડિયામાં 37 કલાક એટલે કે દિવસમાં અંદાજે 6.5 કલાક પથારી પર ટીવી જોતાં-જોતાં કે સુતા સુતા પસાર કરવા પડશે.

કર્મચારીએ બેડ વિશે રીવ્યુ આપવાના રહેશે જેમાં મુખ્યત્વે ગાદલા કેવા છે? તેમાં શું ખામી છે? કયા કયા ફેરફાર કરવાના છે? વગેરે વગેરે રીવ્યુ આપવાના રહેશે.

રિપોર્ટ મુજબ ક્રાફ્ટેડ બેડ્સનાં મેનેજરે કહ્યુ કે નોકરી માટે કર્મચારીએ ઓફિસે આવવાની જરૂર નથી, ટેસ્ટિંગ માટે ગાદલા તેમની ઘરે પહોંચાડી દેવામાં આવશે. નોકરી માટે બ્રિટિશ નાગરિકતા હોવી જરૂરી છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.