ઠંડી માટે તૈયાર રહેજો : ગુજરાતમાં કાતિલ ઠંડીની આગાહી : હવામાન વિભાગ

મિત્રો આપણે જાણીએ છીએ કે ચોમાસામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને ગુજરાતના ખેડૂતોને વરસાદને કારણે વ્યાપક પ્રમાણમાં નુકશાન પણ થયું હતું.

હવે વારો આવે છે શિયાળાનો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં આકરી ઠંડી પડવાની શક્યતા છે.

હાલમાં રાજ્યમાં વહેલી સવારે આખરે ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં હજુ પણ તાપમાનનો પારો ત્રણ ડિગ્રી જેટલો ગગડશે જેથી ઠંડીનો ચમકારો જોવા મળશે.

ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો ચમકારો રહેશે અને થોડા દિવસ સુધી બેવડી ઋતુનોઅનુભવ કરવો પડશે.

ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે જેથી આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધશે તેવા સંકેતો મળી રહ્યા છે.

ગુજરાતના ઘણા બધા એવા શહેરો છે કે જ્યાં હાલમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસમાં ઠંડીમાં વધારો થશે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયુ હતું. આમ દિવસ અને રાતના તાપમાનમાં 50 ટકાનો તફાવત નોંધાયો હતો.

નોંધ : અહી મુકવામાં આવતી આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.