ભયંકર આફત / દિવાળી વિતશે અંધારામાં, ગંભીર વિજ સંકટના એંધાણ

મિત્રો આપણે જાણીએ છીએ કે દેશમાં હાલ કોલસાનુ ગંભીર સંકટ સર્જાયું છે જેને કારણે આગામી તહેવારોમાં વીજળીની અછત સર્જાય તો નવાઈ નહીં.

દેશની ઘણી બધી વીજળી કંપની પાસે હાલમાં કોલસાનું સંકટ તોળાઈ રહ્યું છે, ખાસ કરીને દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ સરકારોએ કેન્દ્ર સરકારને બગડી રહેલી સ્થિતિ વિશે જાણ કરી છે.

વીજળી ઉત્પન્ન કરતાં દેશના મોટાભાગના પ્લાન્ટમાં કોલસો અત્યારે ખુટવાની તૈયારીમાં છે જેને લઇને સરકાર પણ ચિંતિત છે અને આગામી તહેવારોની અંદર વીજળીની અછત સર્જાઈ શકે છે જેને લઇને દિવાળી પણ અંધારામાં પસાર થાય તો નવાઇ નહીં.

સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટીના રિપોર્ટ અનુસાર સાત ઓક્ટોબરના રોજ દેશના 135 માંથી 110 પ્લાન્ટમાં કોલસાની તીવ્ર અછત ઊભી થઈ છે અને 16 પ્લાન્ટની પાસે તો માત્ર એક દિવસ ચાલે તેટલો જ કોલસો બચ્યો છે એટલે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે જેમાં હરિયાણા, મહારાષ્ટ્રના ત્રણ એવા પ્લાન્ટ છે જેમાં એક દિવસનો પણ કોલસો બચ્યો નથી.

મિત્રો આ સંકટ માત્ર ભારત ઉપર જ નહીં પરંતુ દુનિયાના ઘણા બધા દેશો ઉપર આવી ગયું છે જેમાં ચીન, યુરોપ, અમેરિકા વગેરેનો સમાવેશ થાય છે.

મિત્રો દર વર્ષે ઓક્ટોબર મહિનાથી વીજળીની માગમાં ખૂબ જ વધારો થાય છે અને આવા સમયે જો કોલસાનીની અછત સર્જાઈ તો વીજળી ઉત્પન્ન થઈ શકતી નથી અને જો વીજળી ઉત્પન્ન નહીં થાય તો આગામી દિવસોમાં મોટો અને ભયંકર વિજય સંકટનો સામનો કરવો પડશે એટલા માટે સરકારે નાગરિકોને વીજળીનો કાળજીપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.