ભુપેન્દ્ર પટેલ લીધો મોટો નિર્ણય, હવે આ ડોક્યુમેન્ટ માટે વર્ષે-વર્ષે નહીં ખાવા પડે ધક્કા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાનો લાભ મેળવવા માટે એકસૂત્રતા જળવાઈ રહે તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આ નિર્ણય અનુસાર રાજ્યમાં ડીજીટલ ગુજરાત મારફતે આપને જે પ્રમાણપત્રો ગ્રામ્યકક્ષાએ તલાટી કમ મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે તેની સમય મર્યાદા વધારવામાં આવી છે એટલે કે હવેથી તેની સમયમર્યાદા એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકોના હિતમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેનો લાભ રાજ્યના ગ્રામ્ય વિસ્તારનાં લાખો લાભાર્થીઓને થવાનો છે.

આ ઉપરાંત રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્ર ઇસ્યુ થયાની તારીખથી ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રાખવામાં આવશે.

આપણે જાણીએ છીએ કે રાજ્યની વિવિધ યોજનાની અંદર ભાગ લેવા માટે લાભાર્થીઓને આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે પરંતુ આ પ્રમાણપત્ર દર વર્ષે રીન્યુ કરાવવું પડતું હતું એટલા માટે લાભાર્થીઓને દર વર્ષે કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે આ સમય મર્યાદા એક વર્ષ માંથી ત્રણ વર્ષ વધારી દીધી છે એટલે હવે લોકોએ ધક્કા ખાવાની જરૂર નહીં પડે.

આ માટેના જરૂરી આદેશો રાજ્યના પંચાયત વિભાગે બહાર પાડ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.