બોરસદમાં આભ ફાટ્યું : એક જ રાતમાં ગામ ડૂબી ગયું પાણીમાં, બધું તહસ-નહસ કરી નાખ્યું

મિત્રો ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને જ્યાં વરસાદ પડે છે ત્યાં ભુક્કા બોલાવી છે.

મિત્રો આણંદ જિલ્લાની અંદર આ વર્ષે વરસાદનો એક મોટો રાઉન્ડ શરૂ થયો છે અને એક જ રાતમાં આણંદને ધમરોળી નાખી દીધું છે. આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે અને બોરસદમાં તો જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

મિત્રો ગાજવીજ સાથે તોફાની પવન સાથે માત્ર ચાર જ કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે અને ત્યારબાદ બોરસદમાં જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ છે.
રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેમ ચાર પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા છે અને ઘણા બધા પશુઓના મૃત્યુ નિપજયા છે.

બોરસદમાં વરસાદે તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક જ રાતમાં 11 થી 12 ઇંચ વરસાદ ખાબકતાં પાણી પાણી થઇ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

આ ઉપરાંત ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે એટલા માટે રસ્તા ઉપર લોકો નીકળી પણ રહ્યાં નથી.

આણંદ જિલ્લામાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ રાત્રે 10 વાગ્યા બાદ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું અને લોકોનું બહાર નીકળવું પણ અશક્ય બની ગયુ હતો ત્યારબાદ પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી.

લોકોને દોરડાના સહારે બહાર કાઢવામાં આવ્યા હતા અને બોરસદનો સમગ્ર વન તળાવ વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.

અહીં રહેતા સો જેટલા પરિવારોની માલમિલકત પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. મિત્રો આણંદના ભાદરણમાં ચાલીસ જેટલા પશુઓના મૃત્યુ થયા છે અને પશુના મૃત્યુથી પશુપાલકોમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે.

બોરસદમાં પડેલા ભારે વરસાદને કારણે ખેતીમાં ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત બોરસદમાં વરસાદ રાહત નહીં પણ આફતરૂપે વરસાદ પડતા સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ હતી.

હવામાન વિભાગ દ્વારા હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.