મંદિરમાં રહેલી પિત્તળની મૂર્તિઓથી લઈને પૂજાની થાળી વગેરે સાફ કરવાની 5 ટીપ્સ

મિત્રો જ્યારે આપણે ભગવાનની નવી મૂર્તિ ખરીદીએ છીએ ત્યારે ખૂબ જ ચમકદાર હોય છે પરંતુ ધીમે-ધીમે મૂર્તિની ચમક ઓછી થવા લાગે છે.

આપણે રોજ મૂર્તિને તો સાફ કરતા હોઈએ છીએ પરંતુ માત્ર કપડાથી સાફ કરવાથી મૂર્તિની ચમક પાછી આવતી નથી.

આજે આપણે જાણીશું કે મૂર્તિને કઈ રીતના સાફ કરીએ તો ફરીથી ચમકદાર બની જાય છે.

આપણે જાણીએ છીએ કે પિત્તળની જે મૂર્તિઓ આવે છે તેને સાફ કરવી થોડી મુશ્કેલ હોય છે એટલા માટે આજે આપણે મજેદાર ટિપ્સ જાણીશું જેથી કરીને મૂર્તિઓ ફરીથી ચમકદાર બની જાય.

આમલીનું પાણી :

મિત્રો પિતળના વાસણને સાફ કરવા માટે સામાન્ય રીતે ખટાશની જરૂર પડતી હોય છે. જો તમે પિત્તળની મૂર્તિને સાફ કરવા માંગો છો તો આમલીના પાણીમાં 10 થી 15 મિનિટ સુધી મૂર્તિને રાખો અને પછી ધોઇ લો મૂર્તિની બધી કાળાશ દૂર થઈ જશે.

લીંબુ અને મીઠું :

મિત્રો લીંબુનો ઉપયોગ આપણે રસોઈમાં કરીએ છીએ પરંતુ પિત્તળની મૂર્તિને કરવામાં પણ કરી શકાય છે.

પિત્તળની મૂર્તિને લીંબુથી સાફ કરો અને થોડા મીઠાની પણ જરૂર પડશે. સૌ પ્રથમ તમારે એક બાઉલમાં એક ચમચી સફેદ મીઠું અને લીંબુને સરખા ભાગમાં કાપી લેવાના છે ત્યારબાદ લીંબુ ઉપર મીઠું લગાવવાનું અને ત્યારબાદ મૂર્તિ ઉપર લીંબુ ને ઘસવાનું છે.એક વાર આખી મૂર્તિ પર મીઠું અને લીંબુનો લેપ લાગી જાય પછી મૂર્તિને પાંચ મિનિટ સુધી રહેવા દો.

ત્યારબાદ મૂર્તિને લીંબુના બીજા ભાગથી ઘસો અને ત્યાર પછી મૂર્તિને પાણીથી ધોઈ લો. તમારી મૂર્તિ પહેલાં કરતાં ઘણી સ્વચ્છ અને ચમકદાર બની જશે. ખાસ કરીને લીંબુ અને મીઠું મૂર્તિ ની કાળાશ દૂર કરવા માટે વપરાય છે.

પીતાંબરી :

મિત્રો પિતાંબરી એક પાવડર છે જે પિત્તળની મૂર્તિઓને સાફ કરવા માટે વપરાય છે. પિતાંબરીથી તમે મૂર્તિ ઉપરાંત રસોડાની ઘણી બધી વસ્તુઓ હોય છે તેને સાફ કરી શકો છો. પિતાંબરીથી મૂર્તિ પરની તમામ કાળાશ દૂર થાય છે અને ચમકદાર બને છે.

લિક્વિડ :

પિત્તળની મૂર્તિઓને સાફ કરવા માટે તમે ઘરે લિક્વિડ બનાવી શકો છો જેના માટે તમારે બેકિંગ સોડા અને વિનેગારની જરૂર પડશે.

એક તાપમાન અડધું પાણી અને અડધો વિનેગાર ઉમેરીને લિકવિડ તૈયાર કરો ત્યારબાદ આ લીક્વીડમાં ત્રણથી ચાર ચમચી ખાવાનો સોડા ઉમેરીને મિક્સ કરો.

ત્યારબાદ સ્વચ્છ કપડાંથી આ લીક્વીડની મદદથી મૂર્તિને સાફ કરો. આ લેપથી મૂર્તિ એકદમ સાફ થઈ જાય છે અને નવી દેખાવા લાગશે.

ટામેટા :

મિત્રો ટમેટા તો દરેકના ઘરમાં હોય છે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ટામેટાની મદદથી મૂર્તિને પણ સાફ કરી શકાય છે.

ટામેટાનો રસ પીત્તળના વાસણને સારી રીતે સાફ કરી શકે છે. જો પિત્તળ ઉપર આછા આછા ડાઘ દેખાતા હોય તો તેને તમે ટમેટાના રસ દ્વારા સાફ કરી શકો છો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.