કુવારા લોકો લગ્ન માટે રાખે છે આ મંદિરે માનતા, લગ્ન થતાં જ કરે છે આ કામ, જાણો આ અનોખા મંદિર વિશે

મિત્રો આપણા દેશમાં બધા લોકોને કોઈકને કોઈ વસ્તુમાં વિષયોમાં લોકોમાં ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે.

કહેવત પણ છે “શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર?” અને બીજું એવું પણ કહેવાય છે કે શ્રદ્ધા હોવી એ સારી પરંતુ અંધશ્રદ્ધા માનવજીવનને ગેર માર્ગે દોરી જાય છે.

મિત્રો આજે આપણે એક એવા માતાજી વિશે જાણીશું કે જેની માનતા કરવાથી તમારી મનોકામના પૂરી કરી દેશે.

ખાસ કરીને આ મંદિરે લોકો સંતાન પ્રાપ્તિ માટે અને કુંવારા લોકો પોતાના લગ્ન માટે માનતા કરે છે.

અમદાવાદથી માત્ર 18 કિલોમીટર દૂર અને પાટણ થી 10 કિલોમીટર દૂર સાણંદ તાલુકાના જાપા ગામમાં માતાજીનું મંદિર આવેલું છે.

મિત્રો આ માતાજીનું નામ તમે ક્યારેય નહીં સાંભળ્યુ હોય કેમકે માતાજીનું નામ છે ચુડેલ માતાજી.

માતાજીનું નામ સાંભળીને પણ લોકોને ડર લાગે છે. આ ઉપરાંત આ મંદિર હાલમાં જે જગ્યા પર છે ત્યાં દિવસે જતા પણ લોકો ડરતા હતા કારણકે લોકો ત્યાં ભૂત હોવાનું માનતા હતા.

પરંતુ એક દિવસ તે ગામનો એક વ્યક્તિ તે જગ્યા પર ગયો અને ચુડેલને બહેન બનાવી અને તેમનું મંદિર પણ બંધાવ્યું જેથી લોકોની અંદર જે ડર હતો તે નીકળી ગયો અને લોકો તેને ચુડેલ ફઈબા તરીકે ઓળખવા લાગ્યા.

મિત્રો માતાજીના ઇતિહાસની વાત કરીએ તો માતાજીનું મૂળ ગામ જુના જામફળ હતું અને માતાજીનું સાચું નામ દેવળબા હતું.

જ્યારે તેઓ માત્ર ૧૫ વર્ષના હતા ત્યારે તેમના ગામમાં દુકાળ પડયો હતો. એક દિવસ દેવળબા ગામમાં કંકુ લેવા માટે ગયા જ્યારે તે કંકુ લેવા માટે જાય છે તો રસ્તામાં એક કાળો સાપ મળે છે પરંતુ આટલી નાની ઉંમરે તેણે આ સાપને પગ નીચે દબાવી દીધો બનાવ જોતા તેના પિતાને પણ નવાઈ લાગી.

બીજો એક બનાવ બન્યો હતો જેમાં જ્યારે બા નાના હતા ત્યારે ગામની સીમમાં રમવા માટે ગયા હતા ત્યારે બે આખલા લડતા હતા આ જોઈને સૌ કોઈ ડરી ગયા અને આમ તેમ ચાલ્યા ગયા પરંતુ બાએ આ નાની ઉંમરે એક આખલાનું શિંગડું પકડીને તેને પછાડી દીધો ત્યારથી લોકો તેને ચુડેલમાં તરીકે ઓળખવા લાગ્યા અને હાલમાં અનેક લોકો તેમની મનોકામના પૂરી કરવા માટે અહીં આવે છે.

આ મંદિર પર નિસંતાન લોકો સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખે છે અને માનતા પૂરી થયા બાદ અહીં ફોટો લગાડે છે તેવી જ રીતે કુંવારા લોકો પણ અહીં લગ્નની માનતા રાખે છે અને માનતા પૂરી થયા પછી બંનેના ફોટા અહીં મૂકે છે.

આ ઉપરાંત માનતા પૂરી થયા બાદ અહીં લોકો કંકુ અને શણગારનો સામાન અને સાડી પણ ચડાવે છે.

મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો ખાસ તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે માહિતીને શેર કરજો અને આપણા આ ફેસબુક પેજ ને લાઇક કરી લેજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.