ચોટીલાના ડુંગર ઉપર ચામુંડા માતાજીના મંદિરમાં આજે પણ આવે છે સિંહ, જાણો માતાજીના પરચા…

મિત્રો ચોટીલાવાળા ચામુંડા માતાજીના પરચા અપરંપાર છે અને લોકોને પોતાના પરચા સમયે સમયે આપી રહ્યા છે.

મા પાર્વતીજીએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસનો વધ કરવા માટે ચામુંડાનું રૂપ ધારણ કર્યું હતું.

હાલમાં ચોટીલાના ડુંગર ઉપર ચામુંડા માતાજીનું ભવ્ય અને આકર્ષક મંદિર આવેલું છે અને અહીં લોકો દૂર-દૂરથી હજારો લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે.

મિત્રો ચોટીલા ડુંગરમા 700 કરતાં પણ વધુ પગથિયાં આવેલા છે અને આ બધા પગથિયાં ચડીને ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે અને માતાજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

મિત્રો જો તમે પણ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ગયા હશો. તો તમને અનુભવ થયો જ હશે કે અહીંયા માતાજી સાક્ષાત હાજર જ છે કેમકે દરેક દર્શનાર્થીઓને એકવાર તો એવો અહેસાસ થાય છે.

આ ઉપરાંત મંદિરે માતાજીના દર્શન કર્યા બાદ મંદિરના પાછળના ભાગની દિવાલ ઉપર લોકો સિક્કા ચોંટાડે છે અને એવી માન્યતા છે કે જે લોકોનો સિક્કો ચોટી જાય તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

આ ઉપરાંત મિત્રો માતાજીનું વાહન એટલે કે સિંહ રોજ રાત્રે માતાજીના મંદિરમાં આવે છે અને ભ્રમણ કરે છે એટલા માટે જ રાત્રે કોઈ ચોટીલાના પર્વત ઉપર રોકાઈ શકતું નથી.

મિત્રો દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ મંદિરના પાછળના ભાગમાં રૂપિયાનો સિક્કો ચોટાડવાનું ભૂલતા નથી તો તમે પણ જ્યારે ચોટીલા માતા ચામુંડાના દર્શન કરવા માટે જાવ છો ત્યારે અવશ્ય પાછળની દીવાલમાં સિક્કો ચોંટાડવાનું ના ભૂલતા.

આ ઉપરાંત માતાજીના દર્શન કર્યા બાદ જે માતાજીનું વાહન સિંહ છે તેની મૂર્તિને કંકુ લગાવવાનો પણ વિશેષ મહત્વ રહેલું છે.

આ ઉપરાંત ચામુંડા માતાનુ રક્ષણ કરવા માટે સાક્ષાત ભૈરવ હાજરા હજૂર રહે છે. આ ઉપરાંત જે વ્યસની છે અને વ્યસન છોડવા માગે છે તે અહીંયા આવીને પોતાનું વ્યસન છોડી શકે છે અને તેમાં સફળતા પણ મળે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.