ચોટીલા પર્વત ઉપર રાત્રે કેમ કોઈ રોકાઈ શકતું નથી? માતાજીની નથી મંજૂરી? બે મુખ કેમ?

નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે અને આપણે પણ આ મંદિરના ઈતિહાસ વિષે જાણીએ છીએ.

ખબર છે કે સાંજ પડતાની સાથે જ પર્વત ઉપરથી બધા લોકોએ નીચે ઊતરી જવું પડતું હોય છે, કોઈપણ વ્યક્તિ રાત્રે પર્વત ઉપર રોકી શકતું નથી. એની પાછળનું રહસ્ય મિત્રો આપણે જાણીશું.

મિત્ર રાજકોટથી 45 કિલોમીટર અમદાવાદ હાઇવે ઉપર અને અમદાવાદથી 190 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા ચોટીલાનો પર્વત છે જ્યાં સાક્ષાત માં ચામુંડા બિરાજમાન છે અને આ પર્વત ઉપર આશરે 700 જેટલા પગથિયા છે.

રોજ અહીંયા દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે અને માતાજીના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે.

એવું કહેવાય છે કે આ ડુંગર હજારો વર્ષ જૂનો જે જેનો ઉલ્લેખ થાનપુરાણના પુસ્તકમાં જોવા મળે છે. દેવી ભાગવત પ્રમાણે અહી હજારો વર્ષ પહેલા ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ ત્રાસ હતો ત્યારે ઋષિ-મુનિઓએ યજ્ઞ કર્યો અને માતાજીને પ્રસન્ન કર્યા.

હવન કુંડમાંથી સાક્ષાત માતાજી પ્રગટ થયા અને માતાજીએ આ બંને રાક્ષસોનો વધ કર્યો ત્યારથી જ માતાજી કહેવાયા ચંડી ચામુંડા

મિત્રો આજથી દોઢસો વર્ષ પહેલા આ મંદિરની જગ્યાએ એક નાનો ઓરડો હતો પરંતુ હવે અહીં ભવ્ય મંદિર છે. તે સમયે પગથિયાં પણ ન હતા અને લોકો મહા મહેનતે પર્વત ચડતા હતા અને માતાજીના દર્શન કરતા હતા,

આ મંદિરમાં માતાજી દરરોજ ત્રણ વખત સ્વરૂપ બદલે છે. આ ત્રણ સ્વરૂપમાં બાલિકા સ્વરૂપ, વૃદ્ધા સ્વરૂપ અને કોપાય મા સ્વરૂપ.

ચામુંડા માતાજી અનેક કુળ અને જ્ઞાતિના દેવી છે જેમ કે ગોહિલ દરબાર, પરમાર, કાઠી દરબાર, સોની, દરજી, પંચાલ, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્છના રબારી, આહીર સમાજ, દિવ, સોમનાથ, વેરાવળ તરફના ખારવા સમાજના પણ આ ચામુંડા માતાજી છે.

ચોટીલામાં માતાજી એ બે રાક્ષસનો વધ કર્યો હોવાથી તેમના બે સ્વરૂપ બિરાજમાન છે એક સ્વરૂપ છે ચંડી અને બીજું સ્વરૂપ ચામુંડાનું.

ઘણા ઓછા લોકો જાણે છે કે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ચોટીલાના પર્વત ઉપર લોકો દર્શન કરવા માટે આવે છે.

પરંતુ સાંજ પડતાની સાથે જ અને આરતી પૂર્ણ થઈ ગયા પછી તમામ લોકોએ ડુંગર ઉપરથી નીચે આવી જવું પડે છે.

માત્ર સામાન્ય લોકો એ જ નહીં પરંતુ મંદિરના પૂજારીએ પણ નીચે ઊતરી જવું પડે છે કેમકે રાત્રે આ પર્વત ઉપર કોઈ રોકી શકતું નથી.

માત્ર નવરાત્રીમાં પાંચ દિવસ આ પૂજારી અને પાંચ વ્યક્તિને આ ડુંગર ઉપર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે.

જો મિત્રો તમે પણ માતાજીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માતાજી અથવા જય ચામુંડા માં લખીને શેર કરો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.