ચોટીલા ચામુંડા માતાના આ ફોટાને ટચ કરો અને આશીર્વાદ મેળવો, તમારા કામ 12 કલાકમાં જ બનવા લાગશે

ચોટીલા ચામુંડા માતાજીના મંદિરની પાછળની દીવાલ ઉપર સિક્કા શા માટે ચોટાડવામાં આવે છે?? જાણો

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ચોટીલાના ડુંગર ઉપર સાક્ષાત માં ચામુંડા બિરાજમાન થયેલા છે અને તેના પરચા અનેક લોકોને મળ્યા છે.

માતાજીના દર્શન કરવા માટે ચોટીલાના ડુંગર ઉપર જવું પડે છે. આ ડુંગર કહેવામાં આવે છે કે જ્વાળામુખીથી બનેલો છે.

માતા પાર્વતીએ ચંડ અને મુંડ નામના બે અસુરોનો નાશ કરવા માટે ચામુંડા માતાનું રૂપ ધારણ કર્યું હતું. હાલમાં ચોટીલાના ડુંગર ઉપર માતા ચામુંડાનું ભવ્ય મંદિર આવેલું છે જ્યાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી રોજના હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.

મિત્રો જે ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે તે ડુંગર માં આશરે 700 જેટલા પગથિયા છે. અહીં દર્શન માટે આવતા તમામ ભક્તની તમામ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે.

મંદિરમાં જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તેના રૂબરૂ દર્શન કરવાથી તમને અહેસાસ થઈ જાય છે કે માતાજીમાં કેટલું સત રહેલું છે અને હાલમાં પણ અનેક પરચા માતાજી આપી રહ્યા છે અને માતાજી સાક્ષાત મંદિરમાં હાજર જ છે તેનો તમને એક વાર જરૂર અનુભવ થશે.

હવે આપણે વાત કરીએ કે મંદિરની પાછળની દીવાલ ઉપર સિક્કા કેમ ચોંટાડવામાં આવે છે.

મિત્રો અહીં મંદિર સાથે એક માન્યતા એવી જોડાયેલી છે કે સંપૂર્ણ રીતે જ્યાં માતાજીની મૂર્તિ સ્થાપિત છે તેની બિલકુલ પાછળના ભાગમાં જે દિવાલ છે ત્યાં જો કોઈ વ્યક્તિ સિક્કો ચોટાડવાનો પ્રયત્ન કરે અને તે સિક્કો દિવાલ ઉપર ચોંટી જાય તો તેની તમામ મનોકામના માતાજી ઝડપથી પૂર્ણ કરે છે.

મંદિરમાં દર્શન કરવા આવતા તમામ ભક્તો મંદિરની પાછળ જે દિવાલ છે તેના ઉપર એક રૂપિયાનો સિક્કો ચોટાડવાનો પ્રયત્ન જરૂર કરતાં હોય છે.

આ ઉપરાંત મંદિરમાં માતાજીની સવારી જે વાહન પર હોય તેના પર કંકુ ચડાવવાનો પણ ઘણો મહિમા રહેલો છે.

મિત્રો ચામુંડા માતાજીનું રક્ષણ કરવા માટે સાક્ષાત ભૈરવજી બિરાજમાન થયેલાં છે.

મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય ચામુંડા માતાજી અવશ્ય લખજો અને તમારા અન્ય મિત્રો સુધી આ માહિતીને શેર કરજો.

ચામુંડા માતાજી આપ સૌનું કલ્યાણ કરે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે. જય ચામુંડા માં.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.