ચોમાસુ 2022 : કયું નક્ષત્ર ક્યારે બેસશે અને ક્યુ છે વાહન, જાણો વરસાદના નક્ષત્રની સંપૂર્ણ માહિતી

મિત્રો આજે આપણે જાણીશું કે 2022 ના ચોમાસાના નક્ષત્ર ક્યારે બેસે છે અને તેમનું વાહન કયું છે તે વિશેની સંપૂર્ણ માહિતી.

જ્યોતિષશાસ્ત્ર અને પંચાંગ  પ્રમાણે જાણો કયું નક્ષત્ર કયારે બેસે છે અને શું છે તેનું વાહન અને સૂર્યનો ક્યાં વારે થશે પ્રવેશ.

1. મૃગશીર્ષ નક્ષત્ર :

મૃગશીર્ષ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ 8/6/2022 ના રોજ 12:40 વાગ્યે બુધવારે થશે અને આ નક્ષત્રનું વાહન ગધેડો છે.

2. આદ્રા નક્ષત્ર :

આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ તારીખ 22/6/2022 ના રોજ બુધવારે બપોરે 11:44 વાગ્યે થશે. આદ્રા નક્ષત્રનું વાહન ઘેટુ છે.

3. પુનર્વસુ નક્ષત્ર :

પુનર્વસુ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ તારીખ 6/7/2022 ના રોજ બુધવારે બપોરે 11:13 વાગ્યે થશે. આ નક્ષત્રનું વાહન ઉંદર છે.

4. પુષ્પ નક્ષત્ર :

પુષ્પનક્ષત્રમા સૂર્યનો પ્રવેશ તારીખ 20/7/2022 ના રોજ બુધવારે સવારે 10:50 વાગ્યે થશે. આ નક્ષત્રનું વાહન શિયાળ છે.

5. આશ્લેષા નક્ષત્ર :

આશ્લેષા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ તારીખ 3/8/2022 ના રોજ બુધવારે 09:39 વાગ્યે થશે. આ નક્ષત્રનું વાહન મોર છે.

6. મઘા નક્ષત્ર :

મઘા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ તારીખ 17/8/2022 ના રોજ બુધવારે રાત્રે 03:18 વાગ્યે થશે. આ નક્ષત્રનું વાહન ઘોડો છે.

7. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર :

પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ તારીખ 30/8/2022 ના રોજ મંગળવારે રાત્રે 03:18 વાગ્યે થશે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વાહન ઘેટુ છે.

8. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર :

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ તારીખ 13/9/2022 ના રોજ મંગળવારે રાત્રે 09:15 વાગ્યે થશે. આ નક્ષત્રનું વાહન ગધેડો છે.

9. હસ્ત નક્ષત્ર :

હસ્ત નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ તારીખ 27/9/2022 ના રોજ મંગળવારે 12:44 વાગ્યે થશે. આ નક્ષત્રનું વાહન શિયાળ છે.

10. ચિત્રા નક્ષત્ર :

ચિત્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ તારીખ 10/10/2022 ના રોજ સોમવારે રાત્રે 01:48 વાગ્યે થશે. આ નક્ષત્રનું વાહન ઉંદર છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.