ચિત્રા નક્ષત્રમાં આગામી ત્રણ દિવસ ગુજરાત ઉપર ભારે, આ વિસ્તારો સાવધાન

મિત્રો આપણે જાણીએ છીએ કે ભાદરવા મહિનામાં હાથીયો નક્ષત્રએ ગુજરાતમાં બઘડાટી બોલાવી અને હવે ચિત્રા નક્ષત્ર પણ ભુક્કા બોલાવવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.

ચિત્રા નક્ષત્રનો પ્રારંભ ૧૦મી ઓકટોબરે રવિવારે થઈ ચૂક્યો છે અને આ નક્ષત્રનું વાહન મોર છે અને બધા સંજોગોને જોતાં એવું લાગી રહ્યું છે કે આ નક્ષત્રમાં પણ સારો એવો વરસાદ થશે.

આ નક્ષત્ર અને લઈને એક જૂની કહેવત પણ પ્રચલિત છે કે ચિત્રા નક્ષત્રએ 999 નદીઓનું સર્જન કર્યું હતું. આ કહેવત પરથી જ અંદાજ લગાવી શકાય છે કે ચિત્રા નક્ષત્ર વરસે તો કેવો વરસાદ પડતો હશે!!

હાથીયો નક્ષત્ર મન મૂકીને વરસ્યો છે એટલે ચિત્રા નક્ષત્ર પણ મન મૂકીને વર્ષે તેઓ અંદાજો લગાવી શકાય. ખાસ કરીને આ નક્ષત્રમાં મંડાણી વરસાદ જોવા મળતો હોય છે. ખેડૂતોની મગફળી પણ અત્યારે પાકી ગઈ છે ત્યારે જો આ નક્ષત્રમાં વરસાદ પડશે તો ખેડૂતોને ઘણું બધું નુકસાન ભોગવવાનો વારો આવશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે જેમાં આજે એટલે કે 11 તારીખે ભરુચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં હળવો વરસાદ વરસશે.

12 તારીખે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને કચ્છમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે.

13 તારીખના રોજ સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસશે જ્યારે તારીખ 14 અને 15 ના રોજ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)