ચૈત્રી નવરાત્રિમાં થયો મોટો ચમત્કાર : આકાશમાં દેખાય અદભુત ઘટના!

મિત્રો ગુજરાતના વલસાડ, નવસારી, વાંસદા અને ડાંગ જિલ્લાના આકાશમાંથી મોડી સાંજે તેજ લિસોટા સાથેનો એક અગન ગોળો પૃથ્વી તરફ આવતો દેખાતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી હતી અને લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા.

આ સળગતી વસ્તુનો તેજ  ગોળો આકાશમાંથી પૃથ્વી તરફ આવતા બે ભાગમાં વેચાઈ ગયો હતો જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે 08:00 ની આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક ગામડાઓમાં આકાશમાંથી ઉલ્કાપિંડ જેવો ગોળો પૃથ્વી તરફ આવતો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ઘણા લોકો કહી રહ્યા હતા કે આતો ખરતો તારો છે તો ઘણા કહી રહ્યા હતા કે આ ઉલ્કા પિંડ છે તો ઘણા લોકો કહી રહ્યા હતા કે આ ચીન દ્વારા કોઈ બોમ્બ ગુજરાત ઉપર ફેંકવામાં આવ્યો હશે.

ડાંગ જિલ્લાના આભ મંડળ ઉપર ભેદી વસ્તુ જમીન તરફ આવ્યા બાદ સાપુતારાના સનરાઇઝ ડુંગરને અડીને આવેલી ખીણમાં ધુમાડા સાથે તૂટી પડયા ની ચર્ચા થઈ રહી છે.

નવસારીના ગણદેવી, બીલીમોરા, વલસાડ જિલ્લાના કેટલાક ગામોમાં એક ટુકડો દેખાયો હતો જ્યારે વાંસદા અને નવસારી તાલુકામાં એકમાંથી બે ટુકડા થતા જોવા મળ્યા હતા.

લોકોના જણાવ્યા પ્રમાણે સાપુતારા વિસ્તારમાં ત્રણ ટુકડા થયા હોવાની વાત સામે આવી છે તો કેટલાક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આકાશમાંથી તેજ લિસોટા સાથે અવકાશી ગોળો પૃથ્વી તરફ આવતો દેખાયો હતો.

મિત્રો આ દરમિયાન આપણે જાણીએ છીએ કે આદિવાસીઓ ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરી રહ્યા હતા અને આ લોકોનું કહેવું છે કે દેવો ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આકાશમાં પરિભ્રમણ કરતા હોય છે જેને લઇને આ પ્રકારની ઘટના બની છે જેથી આદિવાસીઓ દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવા લાગ્યા હતા.

હજુ સુધીમાં આ અવકાશી ગોળો ઉપગ્રહોનો કાટમાળ છે કે પછી કોઈ બીજી વસ્તુ છે હજુ સુધીમાં જાણી શકાયું નથી.

આદિવાસી લોકો આ ઘટનાને ચમત્કાર માની રહ્યા છે અને પૂજા અર્ચના કરતા નજરે જોવા મળ્યા હતા. મિત્રો આ ઘટના અંગે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.