રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગુજરાતી કલાકારનું નિધન

ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ચંદ્રકાન્ત પંડયાનું 78 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે.

ચંદ્રકાન્ત પંડયા રામાયણ સીરીયલમાં નિષાદરાજની ભૂમિકાથી પ્રખ્યાત બન્યા હતા અને આ સાથે સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો છે.

ચંદ્રકાન્ત પંડયાને સુપ્રસિદ્ધ ફિલ્મ “માનવીની ભવાઈ” માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.

રામાયણમાં નિષાદરાજની ભૂમિકા ભજવી હતી તે બાદ તેઓ ખૂબ જ પ્રખ્યાત થયા હતા અને તેમને અલગ અલગ સાત એવોર્ડ મળ્યા હતા.

આ અભિનેતાનો જન્મ બનાસકાંઠાના ભીલડી ગામે 1 જાન્યુઆરી 1946માં થયો હતો.

બી.એ. સુધી અભ્યાસ કર્યા બાદ ઉપેન્દ્ર અને અરવિંદ ત્રિવેદી સાથે નાટકોમાં કામ કર્યું હતું જે બાદ તેમની કારકિર્દીની શરૂઆત થઇ હતી.

રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીના મૃત્યુ બાદ રામાયણમાં જ નિષાદરાજની ભૂમિકા ભજવતા ચંદ્રકાન્ત પંડયાનું ટૂંકી બીમારી બાદ નિધન થયું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.