આટલું કરશો તો સફળતા દૂર નથી અને જો ના કર્યું તો ક્યારેય સારું જીવન નહીં જીવી શકો

ચાણક્ય નીતિમાં કહેવામાં આવેલી વાતો જો તમે જીવનમાં ઉતારશો તો તમે જરૂર સફળ થશો અને સફળતા સામે ચાલીને આવશે.

રાજનીતિ, કુનીતિ અને સમાજની સાથે જોડાયેલી બાબતો જેવી પહેલા અસરકારક હતી તેવી જ આજના સમયમાં કામની છે.

જો તમે જીવનમાં સફળ થવા માગો છો તો આટલી વસ્તુઓનો હંમેશાં ત્યાગ કરવો જોઈએ :

ક્રોધ ::

જો તમે જીવનમાં સફળતા મેળવવા માંગો છો તો જીવનમાં ક્યારેય પણ ગુસ્સો નથી કરવાનો.

ગુસ્સો વ્યક્તિની બુદ્ધિનો નાશ કરે છે જેને કારણે વ્યક્તિ તેની પ્રતિમાનો યોગ્ય ઉપયોગ કરી શકતો નથી.

લાલચ::

લાલચ બૂરી બલા છે અને લોભી વ્યક્તિને ક્યારેય સંતોષ પ્રાપ્ત નથી થતો અને સરળતાથી તે તેના લક્ષ્યથી ભટકી જાય છે તેમજ માનસિક પીડા પણ ભોગવે છે.

ઘમંડ::

જીવનમાં ક્યારે પણ ઘમંડી ના બનવું જોઈએ જે દિવસે વ્યક્તિમાં અહંકાર આવી જાય છે ત્યારથી તેની સફળતા અને વૃદ્ધિનો ગ્રાફ ઘટવા માંડે છે કારણ કે ઘમંડ વ્યક્તિનો પોતાનો અને બીજા લોકો સાથેનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે.

આળસ::

જીવનમાં ક્યારેય પણ આળસ ન કરવી જોઈએ. આળસું વ્યક્તિ માત્ર વિચાર કરે છે કઈ કરી શકતો નથી જેથી ધીમે ધીમે તેની પ્રતિભા ખતમ થઇ જાય છે.

સફળતા મેળવવા સખત પરિશ્રમ જરૂરી છે બીજો કોઈ વિકલ્પ નથી

અનુશાસન::

જો તમારા જીવનમાં શિસ્ત નહીં હોય તો તમારું જીવન વેરવિખેર થઈ જશે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અનુશાસન ખૂબ જ જરૂરી છે.

છેતરપિંડી જૂઠાણું::

જે લોકો બીજાને છેતરે છે અને જૂઠું બોલે છે તે વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળ થતો નથી અને જો સફળતા મળે તો પણ તે લાંબો સમય ટકતી નથી અને માન-સન્માન ખોઈ બેસે છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.