માતાજીએ બતાવ્યો ચોરને ચમત્કાર / ચોરી કરવા મંદિરમાં ઘુસ્યો અને બન્યું આવું, જુઓ સંપૂર્ણ વિડિયો

મિત્રો આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના એક મંદિરમાં ચોરીનો વિચિત્ર મામલો સામે આવ્યો છે જેમાં ચોરી કરવામાં સફળ રહ્યો હતો પરંતુ ચોરી કરીને છટકી શક્યો ન હતો અને બારીમા પાડેલા બાકોરામાં જ ફસાઈ ગયો હતો.

ત્યારબાદ ચોરના હાથમાંથી ચોરીના દાગીના પણ નીચે પડી ગયા હતા અને ગ્રામજનોએ તેને રંગેહાથ પકડી લીધો હતો આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

કહેવાય છે કે ખરાબ કર્મોનું ફળ તમારે અહીં જ ભોગવવું પડે છે. આ વાત આંધ્ર પ્રદેશની ઘટના એ સાબિત કરી દીધી છે.

મોટાભાગના લોકો આ ઘટનાને આસ્થાની સાથે જોડી રહ્યાં છે અને માતાજીનો સાક્ષાત ચમત્કાર માની રહ્યા છે અને કહી રહ્યા છે કે ભગવાને ચમત્કાર કરીને ચોરને પાઠ ભણાવ્યો.

આંધ્ર પ્રદેશમાં આવેલા એક મંદિરમાં ચોરે ઘરેણા ચોરવા માટે મંદિરમાં કાણું પાડ્યું હતું અને ત્યારબાદ તે પોતાના જ બનાવેલા આ કાણામાં ફસાઈ ગયો હતો ત્યારબાદ બૂમાબૂમ કરી મૂકી હતી અને લોકોએ તેને બહાર કાઢીને પકડી પાડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ચોરની ઉંમર 30 વર્ષની આસપાસ હતી અને તેનું નામ પાપા રાવ હતું.

આ વ્યક્તિને દારૂ પીવાની ખૂબ જ ખરાબ આદત છે જેના કારણે તેણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મંગળવારે તેણે મંદિરની એક નાની બારી તોડી નાખી હતી ત્યારબાદ ભગવાનની મૂર્તિ અને સોનાના દાગીના લૂંટી લીધા, દોડતી વખતે બારીના કાણામાં ફસાઈ ગયો હતો અને ભાગી શક્યો ન હતો.

ગામના લોકોનું કહેવું છે કે બારીમાં ફસાઈ ગયા બાદ ચોર ગભરાઈ ગયો અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો જેથી એની
ચીસો સાંભળીને ગામ લોકો તેને બચાવવા માટે દોડ્યા.

અને જોયું કે તે મંદિરની દીવાલમાં પાડેલા કાણામાં ફસાઈ ગયો હતો આ પછી સમગ્ર મામલો ખુલ્યો અને ચોરને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો.

પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ પહેલા આ વ્યક્તિએ પોતાના ઘરમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરી હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.