શિવ મંદિરમાં થયો ચમત્કાર : દર્શન કરવા માટે લોકોની લાંબી લાઈનો લાગી

મિત્રો એક કહેવત છે કે “શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર?” આવી જ કંઈક ઘટના હાલ ગુજરાતમાં જોવા મળી હતી.

ગણપતિ દાદાની મૂર્તિ દૂધ પીતી હોવાની વાત ફેલાતા સમગ્ર ગુજરાતમાં આ વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી.

હજુ આ ઘટનાને થોડો સમય થયો છે ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં શિવજીનું વાહન નંદી દૂધ પીતા હોવાની વાત વાયુવેગે પ્રસરતાં લોકોના ટોળેટોળા શિવ મંદિરમાં ઉમટી પડ્યા હતા.

જાણકારી પ્રમાણે આ વાત સુરતમાં ફેલાઈ હતી ત્યારબાદ જતાં સમગ્ર ગુજરાતમાં આ વાત ફેલાઈ ગઈ હતી.

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આ વિડીયો જોવાઈ રહ્યો છે.

જેમાં મહાદેવ અને તેમનું વાહન નંદી પાણી અને દૂધ પી રહ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.

ભાવ ભક્તિ પુર્વક મહાદેવના દર્શન કરવા માટે તેમજ નંદીને દૂધ અને પાણી પીવડાવવા માટે કે જેથી તેની કૃપા દૃષ્ટિ તેના ઉપર પડે તે માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી.

સુરતના મોટા ભાગના શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી હતી.

આ ઉપરાંત વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી.

આ ઉપરાંત રાજકોટ, ભાવનગર, જામનગર, અરવલ્લી સહિતના ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પ્રખ્યાત શિવ મંદિરોની બહાર લાંબી લાઈનો લાગી હતી.

આ વાત સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ચૂકી હતી કે શિવ મંદિરમાં નંદી પાણી અને દૂધ પીવે છે એટલા માટે ગુજરાતના મોટા ભાગના મંદિરોની અંદર ભક્તોની ભીડ એકત્રિત થઇ ચૂકી હતી.

આ ઉપરાંત બધી જગ્યાએ ધંધો શોધી લેનારા ગુજરાતીઓએ પણ મંદિરોની બહાર પાણી અને દૂધ વેચવા માટે ની રેકડીઓ લગાવી દીધી હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.