ઘોર કળિયુગમાં થયો ચમત્કાર : માતાની મમતા સામે યમરાજ પણ ઝૂકી ગયા!!

મિત્રો કહેવાય છે કે ભગવાનની મરજી વિના વૃક્ષનું એક પાન પણ હલી શકતું નથી.

ભગવાન આજે પણ આ જગતમાં બિરાજમાન છે જેને કારણે લોકોને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા જોવા મળે છે કેમકે ભગવાન દ્વારા સમયાંતરે ઘણા બધા ચમત્કારો પણ કરવામાં આવતા હોય છે જે ભગવાનની હાજરીથી છાપ આપે છે.

મિત્રો ઘણા એવા સમાચાર હોય છે જે સાંભળ્યા બાદ આપણને વિશ્વાસ પણ નથી આવતો.

આપણે જાણીએ છીએ કે આ દુનિયાનું સૌથી મોટું સત્ય મૃત્યુ છે જેણે જન્મ લીધો છે તે એક યા બીજા દિવસે આ દુનિયામાંથી અવશ્ય વિદાય લેવાનો છે.

પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે મૃત વ્યક્તિ ફરી જીવિત થયો હોય??

કહેવાય છે કે જન્મ અને મૃત્યુ બંને ઉપરવાળાના હાથમાં છે જ્યાં સુધી ભગવાનની ઇચ્છા ન હોય ત્યાં સુધી માણસ પૃથ્વી પર ન જન્મી શકે કે ન તો માણસ મરી શકે.

મિત્રો આજે આપણે કેવા ચમત્કાર વિશે જાણવા જઈ રહ્યા છીએ જેને જાણ્યા પછી તમે પણ ભગવાન ઉપર વિશ્વાસ કરશો.

માતાને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને વિશ્વમાં પણ સૌથી મહાન વ્યક્તિ માતા છે.

જે વ્યક્તિ પોતાના માતા-પિતાને ભગવાન મને છે તેને કોઈ મંદિર મસ્જિદમાં જવાની જરૂર નથી, તેનું મંદિર અને મસ્જિદ પોતાનું ઘર જ છે અને તેમાં હાજર માતા-પિતા તેના ભગવાન છે.

માતાનો પ્રેમ દુનિયામાં સૌથી પવિત્ર માનવામાં આવે છે અને આ પ્રેમને સાચો સાબિત કરીને એક મહિલાએ પોતાના પુત્રનો જીવ બચાવ્યો અને પુત્રને યમરાજ પાસેથી પાછો છીનવી લીધો.

મિત્રો હરિયાણાના બહાદુરગઢમાં રહેતા દંપતિ હિતેશભાઈ અને જાનવીને એક પુત્ર હતો તેની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ કહ્યું કે તેને ટાઈફોડ છે અને તેને દિલ્હી લઈ જવામાં આવ્યો.

આ પછી દંપતિએ તેમના છ વર્ષના પુત્રને દિલ્હી લઈ જવાનું નક્કી કર્યું પરંતુ દિલ્હી પહોચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ સાંભળતાની સાથે જ તેના માતા-પિતાના હોશ ઉડી ગયા અને મૃતદેહને ઘરે લઇ ગયા.

ઘરે આવ્યા બાદ આ બાળકને અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલુ ચાલી રહી હતી પરંતુ બાળકની માતા જાનવી તેના પુત્રને છોડી દેવા તૈયાર ન હતી અને તેને પોતાની પાસે રાખવા માંગતી હતી.

જાનવી તેના પુત્રના માથા પાસે બેઠી હતી અને વારંવાર તેના માથા પર ચુંબન કરતી હોય તેને પ્રાર્થના કરતી હતી કે તમે મને છોડી ન શકો, હું તમને કેવી રીતે જવા દવ?

આ પ્રાર્થના વારંવાર કરવાથી એવો ચમત્કાર થયો જેને જોઈને દરેકની આત્મા કંપી ઊઠી. બાળકના શરીરમાં થોડી હલચલ થઇ હતી જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરીને તે સુરક્ષિત ઘરે પરત ફર્યો હતો.

એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે માતા મૃત જાહેર કરાયેલા બાળકને વહાલ કરી રહી હતી ત્યારે તેને અચાનક શ્વાસ લેવાનું શરૂ કર્યું ત્યારબાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ડોકટરો એ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો.

આ બાળકના બચવાના ચાન્સ માત્ર 15 ટકા જ હતા પરંતુ પરિવારે હજુ પણ ડોક્ટરને કહ્યું કે તમે સારવાર શરૂ કરો ત્યારબાદ માણસ ઝડપથી સાજો થવા લાગ્યો અને મંગળવારે તે સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘરે પાછો આવ્યો.

આ બાળક સ્વસ્થ થઈને ઘરે પહોંચતા જ સમગ્ર ગામમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો અને બાળકના માતા-પિતા, દાદા અને ગ્રામજનો આને ભગવાનનો ચમત્કારને માની રહ્યા છે.

મિત્રો આ ઘટના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.