આવું હતું મહાભારતનું ચક્રવ્યુહ : આજે પણ તેને ભેદીને બહાર નીકળવું દુનિયા માટે રહસ્ય બનેલું છે !!

મિત્રો મહાભારતના યુદ્ધમાં કૌરવો દ્વારા ચક્રવ્યુહની રચના કરવામાં આવી હતી જેને ભેદવાનું માત્ર અર્જુન અને તેનો પુત્ર અભિમન્યુ જાણતા હતા.

ભગવાન શ્રીકૃષ્ણની નીતિને કારણે અર્જુનના પુત્ર અભિમન્યુને ચક્રવ્યૂહને ભેદવાનો આદેશ મળ્યો હતો. ભગવાન જાણતા હતા કે અભિમન્યૂ માત્ર ચક્રવ્યુહની અંદર જવાનું જાણે છે પરંતુ બહાર નીકળવાનો રસ્તો જાણતો નથી.

હકીકતમાં અભિમન્યુ જયારે સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે ચક્રવ્યૂહને ભેદવાનું શીખી ગયો હતો પરંતુ ત્યારબાદ તેણે ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાની શિક્ષા ક્યારે લીધી ન હતી.

સંબંધમાં અભિમન્યુ શ્રીકૃષ્ણનો ભાણેજ હતો, અભિમન્યુ જ્યારે ચક્રવ્યૂહમાં ગયો ત્યાર બાદ તેને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યો હતો અને ઘેરી લીધા બાદ જયદ્રથ સહિત સાત યોદ્ધાઓ દ્વારા તેમનો વધ કરવામાં આવ્યો હતો જે નિયમોની વિરુદ્ધ હતું.

કહેવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ પણ એવું ઇચ્છતા હતા ત્યારે કોઈ એક પક્ષ નિયમ તોડે છે તો બીજા પક્ષને પણ નિયમ તોડવાનો અવસર આવી જાય છે.

યુદ્ધ લડવા માટે પક્ષ અને વિપક્ષ પોતાના હિસાબથી વ્યૂહની રચના કરતા હોય છે એનો અર્થ એવો થાય છે કે કઈ રીતે સૈનિકોને સામે ઉભા રાખવામાં આવશે અને આકાશમાંથી જોવા પર તે વ્યૂહરચના દેખાય છે.

જેવી રીતે કોંચ વ્યૂહ  જેને આકાશમાંથી જોવા પર કોંચ પક્ષીની જેમ સૈનિકો ઉભેલા જોવા મળે છે એવી જ રીતે ચક્રવ્યૂહને આકાશમાંથી જોવા પર એક ચક્ર જેવી રચના જોવા મળે છે.

આ ચક્રવ્યુહને જોવા પર તેની અંદર જવાનો રસ્તો નજરે આવે છે પરંતુ બહાર નીકળવાનો રસ્તો ક્યાંય નજરે આવતું નથી. જો તેને ધ્યાનથી જોવામાં આવે તો તે શક્ય છે પરંતુ તેના માટે તમારે તેને આકાશમાંથી જોવાનું રહેશે અને જો તેને જોઈ પણ લો છો તો આ ચક્રવ્યુહ સતત ફરતું રહે છે.

એવું કહેવામાં આવે છે કે ચક્રવ્યુહની રચના ગુરુ દ્રોણ દ્વારા કરવામાં આવી હતી અને આ ચક્રવ્યૂહને એક ફરી રહેલા ચક્કર જેવું બનાવવામાં આવ્યું હતું.

કોઈપણ યોદ્ધો આ વ્યૂહના ખુલ્યા બાદ તેની અંદર હુમલો કરીને આવી શકે છે અથવા કોઈ એક સૈનિકને મારી અંદર પ્રવેશ કરી શકે છે અને આ સમય ક્ષણભરનો જ હોય છે કારણ કે તેની જગ્યાએ તુરત જ બીજું સૈનિક આવી જાય છે એટલે કે એક યોદ્ધાના ગયા બાદ ચક્રવ્યૂહમાં તેની બાજુમાં રહેલ યોદ્ધા તેનું સ્થાન લઈ લેશે.

જ્યારે કોઈ ચક્રવ્યુહની ત્રીજી લાઈનમાં પહોંચે છે ત્યારે બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ જાય છે જો તે પાછળ વળીને જોશે તો જાણવા મળશે કે પાછળ સૈનિકોની કતારબંધ ફૌજ ઉભેલી છે.

આ ચક્રવ્યૂહમાં યોદ્ધા સતત લડતા લડતા અંદરની તરફ આગળ વધતા હોય છે અને થાકતો પણ નથી પરંતુ જેમ કે અંદરના યોદ્ધાઓનો સામનો તેની સાથે થવાનો છે અને તેઓ થાકેલા નહીં હોય અને તેઓ પહેલા આ યોદ્ધાઓ કરતાં વધારે શક્તિશાળી હોય છે.

શારીરિક અને માનસિક રૂપથી થાકેલો યોદ્ધો એક વખત અંદર ફસાઈ ગયો બાદ જીતવું અથવા બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે અને અભિમન્યુની સાથે પણ એવું જ થયું હતું.

મિત્રો અભિમન્યુ માત્ર ચક્રવ્યૂહને ભેદવાનું જાણતો હતો એટલે કે માત્ર અંદર જવાનું જાણતો હતો પરંતુ બહાર નીકળવાનું જાણતો ન હતો ત્યારે તેના બધા કાકાઓ એટલે કે ભીમ, સહદેવ, નકુલ, યુધિષ્ઠિર વગેરે નક્કી કર્યું કે અમે પાછળ પાછળ આવશું અને તારું રક્ષણ કરીશું પરંતુ જ્યારે અભિમન્યુ ચક્રવ્યુમાં પ્રવેશ કરે છે ત્યારે તે ધીરે-ધીરે યોદ્ધાઓ સાથે લડતો લડતો અંદર પહોંચી જાય છે પરંતુ તેમના કાકાઓ બહાર જ રહી જાય છે તે ચક્રવ્યૂહ ભેદવાનું જાણતા ન હોવાથી અંદર જઈ શકતા નથી.

અભિમન્યુ દીવાલ તોડીને અંદર તો ગયો પરંતુ જ્યારે તેને પાછળ વળીને જોયું તો તે દિવાલ ફરીથી બની ગઈ હતી કેમ કે માર્યા ગયેલા યોદ્ધાની જગ્યાએ અન્ય યોદ્ધા આવી જતા હોય છે અને હવે ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું.

અભિમન્યુ દ્વારા દુર્યોધનના પુત્રનો પણ વધ કરવામાં આવ્યો હતો અને પોતાના પુત્રને ગુમાવ્યા બાદ દુર્યોધન ખૂબ જ ક્રોધિત થઈ ગયો હતો જેને કારણે કૌરવોએ યુદ્ધના બધા જ નિયમો તોડી નાખ્યા હતા.

6 ચરણ પાર કર્યા બાદ જ્યારે અભિમન્યુ સાતમા ચરણ પર પહોંચ્યો ત્યારે દુર્યોધન, જયદ્રથ વગેરે જેવા સાત મહારથીઓએ તેને ઘેરી લીધો.

અભિમન્યુ તેમ છતાં પણ સાહસપૂર્વક તેમની સાથે લડી રહ્યો હતો. સાતેય યોદ્ધાઓએ મળીને અભિમન્યુના ઘોડાનો વધ કરી નાખ્યો ત્યારબાદ પોતાની રક્ષા કરવા માટે અભિમન્યુએ પોતાના રથના પૈડાને પોતાનું રક્ષાકવચ બનાવી નાખ્યું હતું અને જમણા હાથે લડી રહ્યો હતો. થોડા સમય બાદ અભિમન્યુની તલવાર પણ તૂટી ગઈ અને રથનું પૈડું પણ ચકનાચૂર થઈ ગયું.

હવે અભિમન્યુ ની:શસ્ત્ર થઈ ગયો હતો. યુદ્ધના નિયમ અનુસાર નિશસ્ત્ર ઉપર પ્રહાર કરવામાં આવતો નથી પરંતુ જયદ્રથ કે જેણે પાછળથી અભિમન્યુ પર તલવારથી પ્રહાર કર્યો ત્યાર બાદ એક પછી એક બધા યોદ્ધા તેની ઉપર પ્રહાર કર્યો અને અભિમન્યુ ત્યાં જ વીરગતિને પામ્યો.