જો તમારી પાસે કાર કે બાઈક છે તો જાણી લો, નહીંતર 1 એપ્રિલથી લાગી શકે છે મોટો ઝટકો

મિત્રો જો તમારી પાસે કાર હોય કે બાઈક હોય તો બંને માટે વીમો કરાવવો આવશ્યક છે. કાયદાકીય રીતે અને તમારી સુરક્ષા માટે વીમો લેવો ખૂબ જ મહત્વનો છે.

વાહનનો વીમો લેવા માટે વાર્ષિક પ્રીમિયમ ભરવાનું હોય છે.

મિત્રો કોરોનાકાળમાં કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો પરંતુ હવે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી દ્વારા આ પ્રિમિયમમાં વધારો કરવામાં આવી શકે છે.

મંત્રાલય દ્વારા વિવિધ શ્રેણીઓ માટે third party insurance નું પ્રિમીયમ વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

જેના કારણે પહેલી એપ્રિલથી કાર અથવા બાઇક, સ્કૂટી વગેરે વાહનના વિમા ખર્ચમાં સંભવિત વધારો થઇ શકે છે.

જે લોકો પાસે કાર છે તેના માટે વાત કરીએ તો…મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત સંશોધિત દર મુજબ 1000cc ની ખાનગી કાર માટે થર્ડ પાર્ટી વિમાના 2094 રૂપિયા ચૂકવવા પડશે જે 2019-20 થી રૂપિયા 2072 હતો.

બીજી તરફ 1000cc થી 1500cc સુધીની પ્રાઇવેટ કાર માટે રૂપિયા 3221 થી 3416 રૂપિયા ચૂકવવા પડશે.

1500cc થી વધુની કાર માટે 7890 રૂપિયાથી 7897 રૂપિયા ચૂકવવા પડશે.

જે લોકો પાસે બાઈક અથવા સ્કુટી છે તેની વાત કરીએ તો…

150cc થી 350cc ની બાઈક માટે પ્રીમિયમ 1366 રૂપિયા હશે બીજી તરફ 350cc થી વધુ બાઈક માટે પ્રીમિયમ 2804 રૂપિયા ચૂકવવું પડશે.

મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીને કારણે થર્ડ પાર્ટી વીમા પોલિસીના પ્રિમિયમમાં બે વર્ષ સુધી કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો.

પ્રીમિયમ માં આ સૂચિત વધારો 1 એપ્રિલ 2022 થી લાગુ થઈ શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.