આને કહેવાય ચમત્કાર : હજારો કિલોનો ટ્રક ઉપર પડતા કારનો ભૂકકો બોલી ગયો, ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ

મિત્ર ગુજરાતીમાં કહેવત છે “રામ રાખે તેને કોણ ચાખે” અને “સૂળીનો ઘા સોયથી ટળ્યો” આ કહેવત બારડોલીના એક કાર ચાલક માટે યથાર્થ સાબિત થઈ છે.

અહીંયા હજારો કિલો વજન ભરેલો એક ટ્રક અલ્ટો કાર ઉપર ખાબક્યો હતો અને અલ્ટોનો છૂંદો બોલી ગયો હતો.

જોકે ચમત્કારિક રીતે ડ્રાઈવરનો બચાવ થઇ ગયો હતો.

અકસ્માતમાં કારને જોતા અંદર બેઠેલ વ્યક્તિનો જીવ બચાવો અસંભવ જણાતો હતો પરંતુ કિસ્મતમાં જો જિંદગી હોય ત્યારે વ્યક્તિ મોતને પણ હાથતાળી આપી દેતો હોય છે.

મિત્રો આ અકસ્માતની તસવીરોને જોતા ભલભલાના રુવાડા ઉભા થઇ જાય છે.

બારડોલીના ધુલિયા ચાર રસ્તા પાસે એક ટ્રક વજનના કારણે પલટી મારી ગયો હતો અને નજીકથી પસાર થતી અલ્ટો કાર ઉપર ખાબક્યો હતો.

રામ રાખે તેને કોણ ચાખે એ કહેવતને સાબિત કરનાર આ કારચાલકને ક્રેન દ્વારા કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને બચાવી લેવામાં આવ્યો હતો.

કારચાલકને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

આ ઘટના બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

હજારો કિલો વજન ધરાવતો આ ટ્રક કાર ઉપર ખાબકતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અંદર બેઠેલ વ્યક્તિનું જીવતું રહેવું મુશ્કેલ હતું પરંતુ કારમાં સવાર ચાલકે યમરાજને હાથતાળી આપી દીધી હોય તેવો અહેસાસ થયો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.