કાર કેનાલમાં ખાબકતાં નવદંપતીનું થયુ મોત, લોકોએ બચાવવા દોરડું ફેંક્યું પણ…

મિત્રો મોરબી જિલ્લાના હળવદ તાલુકાના અજીતગઢ પાસે ઉત્તરાયણ તહેવારના દિવસે જ એક દુઃખદ પ્રસંગ બન્યો હતો.

જેમાં એક નવદંપતીનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

આ દંપતી નર્મદા નદીની માળીયા બ્રાન્ચ કેનાલમાં કાર સાથે ખાબક્યું હતું જેને કારણે તેનું મોત થયું હતું.

અજીતગઢનું આ દંપતી મંદરકી ગામના નાલા પાસે કાર સાથે ખાબકયું હતું અને આ દંપતીના 10 મહિના પહેલાં જ લગ્ન થયા હતા.

આ દંપતી કારમાં સવાર થઈને માળીયા તરફ જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી, ત્યાર બાદ બંનેના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢીને પીએમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.

હળવદ તાલુકાના અજીત ગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર ઉંમર વર્ષ 22 અને તેમના ધર્મપત્ની મિતલબેન રાહુલભાઈ આહીર ઉતરાયણના દિવસે સવારે માળીયાના મેઘપર ગામે સગાઈના પ્રસંગમાં જઇ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં આવેલા જૂના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા પાસે આ પ્રકારનો અકસ્માત સર્જાયો હતો અને તેમની કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી.

આ દંપતીને કેનાલમાંથી બચાવવા માટે ત્યાંના સ્થાનિક લોકોએ અનેક પ્રયાસો કર્યા હતા.

દોરડું નાખીને પણ બચાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પરંતુ નવદંપતીએ દોરડું પકડી લીધુ હતું પણ તેઓ કારમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને આખરે બંનેના કરૂણ મોત થયા હતા.

આ દંપતી કેનાલની અંદર ડૂબી ગયું હતું ત્યાર બાદ ભારે શોધખોળ બાદ મિતલબેન રાહુલ ભાઈ આહીરના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ઉતરાયણના દિવસે આ પ્રકારની ઘટના બનતા અને હજુ લગ્નના માત્ર દસ મહિના થયા હતા, આ કરૂણ ઘટના બનતાં આહીર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે તે આ દંપતીના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ માથી ઉગરવાની શક્તિ આપે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.