રાજકોટમાં થયો ભયંકર અકસ્માત, કાર ખાબકી રોડ પરથી સીધી કૂવામાં !!

રાજકોટમાં મવડી રોડ ઉપર એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે.

જેમાં ફુલ સ્પીડે આવી રહેલી એક કાર અચાનક જ કુવામાં ખાબકતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને બીજા બે કારમાં બેસનાર લોકોનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ મામલે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી ત્યાર બાદ ફાયર બ્રિગેડના લોકો દ્વારા કારને કુવા માથી બહાર કાઢવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે એક લક્ઝરી કાર મવડી રોડ પાસે કુવામાં ખાબકી હતી જેમાં કારચાલક અજય પીઠવાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

જ્યારે કારમાં સવાર હિરેન સિધ્ધપુરાનો અને વિરલ સિધ્ધપુરાનો ચમત્કારિક બચાવ થયો હતો.

કુવામાં પડેલી કારને ક્રેન વડે ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા બહાર કાઢવામાં આવી હતી.

આવી જ એક ઘટના થોડા દિવસ પહેલા મોરબીમાં બની હતી જેમાં મોરબીના વાંકાનેરમાં કણકોટ પાસે એક કાર કૂવામાં ખાબકી હતી જેમાં બે મહિલા અને બે બાળકોના મોત થયા હતા જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.