કારમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં કારના છૂંદેછુંદા નીકળી ગયા, લોકોમાં મચી ગઇ અફરાતફરી

મિત્રો આપણે જાણીએ છીએ કે મોટાભાગના અકસ્માતો હાઈવે ઉપર બનતા હોય છે પરંતુ ઘણા એવા અકસ્માતો હોય છે જે કાર ચાલકની કોઈપણ પ્રકારની ભૂલ ના હોવાના કારણે પણ સર્જાતા હોય છે.

આવો જ એક અકસ્માત અમદાવાદના શાસ્ત્રીનગરમાં સર્જાયો છે.

હકીકતમાં અમદાવાદ શાસ્ત્રીનગર ચાર રસ્તા ઉપર સાંજના સમયે કારમાં બે યુવાનો સવાર હતા જે એક કોમ્પ્લેક્સની આગળ ઊભા હતા.

આ દરમિયાન અચાનક જ કારમાં જ જોરદાર ધમાકો થતાં આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.

આ ધડાકાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

પ્રચંડ ધડાકાનો વિડીયો કોમ્પલેક્સમાં લાગેલા કેમેરામાં કેદ થઇ ગયો છે. કાળા રંગની ગાડીમાં બ્લાસ્ટ થતાં જ કારની બારી અને અન્ય તમામ કાચ તૂટી ગયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કારમાં રહેલા સીએનજી ગેસના કારણે બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત બીજી બાજુ ડ્રાઇવરના દરવાજાના તો કુચ્ચા બોલી ગયા હતા.

પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ બધા લોકો બોલી રહ્યા હતા કે આ કાર થી દુર રહો કારણ કે કારમાંથી ગેસ લીકેજ થાય છે.

આ ઘટના ઘટતા જ અંદર બેઠેલા બંને યુવકો તાત્કાલિક ધોરણે કારની બહાર નીકળી ગયા હતા અને સદનસીબે તેનો જીવ બચી ગયો હતો.

આ ધમાકો હકીકતમાં એટલો ભયંકર હતો છતાં પણ બંને યુવકોને કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી એ સારા સમાચાર છે.

બંને યુવકો એકદમ સ્વસ્થ છે ને પ્રાથમિક તપાસમાં આ કારમાં સીએનજી ગેસના કારણે આ પ્રકારનો બ્લાસ્ટ થયો હોય તેવું સામે આવ્યું છે.

આ બાબતની તપાસ ચાલી રહી છે તો બીજી તરફ કાર માલિક ને આ કાર ટોટલ લોસમાં ચાલી ગઈ છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.