ફક્ત 1 રૂપિયામાં ખરીદો સોનુ, જાણો ખરીદવાની પ્રોસેસ
મિત્રો ઘણા લોકો સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, સોનું ખરીદીને લોકરમાં મૂકી દે છે જેથી ભવિષ્યમાં સારું એવું વળતર પ્રાપ્ત કરી શકે.
સોનાનો ભાવ જાણીને નાનો માણસ ખરીદી શકતો નથી ત્યારે હવે તેના માટે સારો ઓપ્શન આવ્યો છે કે તે માત્ર એક રૂપિયામાં પણ સોનું ખરીદી શકશે.
આજના આર્ટિકલમાં આપણે જાણીશું કે કઈ રીતે એક રૂપિયામાં સોનુ ખરીદી શકાય.
ધનતેરસ અને દિવાળી ઉપર સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ સમયે મોટાભાગના લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે.
જો તમે પણ આ તહેવારમાં સોનું ખરીદવા માંગો છો તો તમે માત્ર એક રૂપિયામાં 99.99% શુદ્ધ 24 કેરેટ સોનું ખરીદી શકશો.
હાલમાં તમે ફિઝિકલ નહીં પણ ડિજિટલ સોનુ ખરીદી શકો છો. ગૂગલ પે, પેટીએમ, ફોન પે જેવા ઘણા બધા મોબાઈલ પ્લેટફોર્મ ઉપર તમે એક રૂપિયામાં સોનુ ખરીદી શકો છો.
તમે ડીજીટલ સ્વરૂપે ફક્ત એક રૂપિયામાં 99.99 ટકા શુદ્ધ સોનુ ખરીદી શકો છો, છેલ્લા અમુક વર્ષોમાં લોકો ડીજીટલ સ્વરૂપે ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે.
આ રીતે ખરીદી શકાય છે સોનુ
- Google Pay ના માધ્યમથી સોનુ ખરીદવા માટે સૌપ્રથમ તમારે Google Pay માં લોગીન કરવાનું રહેશે.
- હવે આ એપ્લિકેશનમાં તમારે ગોલ્ડ લોકરનો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે.
- અહીં તમે 1 રૂપિયામાં ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો જેના પર 3 ટકા જીએસટી લાગુ પડશે.
- જો તમે દસ રૂપિયાનું સોનું ખરીદો છો તો તમને 99.99% શુદ્ધ 24 કેરેટ 1.9 મિલીગ્રામ સોનુ 3%ના જીએસટી સાથે મળશે.
- આમાં તમે સોનુ ખરીદી શકો, વેચી શકો, ગિફ્ટ કરી શકો વગેરે ઓપ્શન ઉપલબ્ધ છે.
- ગ્રાહક સોનાની ડીલેવરીનું ઓપ્શન પણ સિલેક્ટ કરી શકે છે.
- તમે સિક્કા અથવા બારના રૂપમાં સોનાની ખરીદી કરી હોમ ડિલિવરી મેળવી શકો છો પરંતુ તેના માટે તમારી પાસે ઓછામાં ઓછું અડધા ગ્રામ જેટલું ડીજીટલ ગોલ્ડ હોવું જરૂરી છે.
આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.
આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.