ધનતેરસ ઉપર લઇ આવો આ એક વસ્તુ, ક્યારેય નહીં થાય ધનની કમી

ધનતેરસને ખરીદી કરવા માટે શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસે જ ખરીદી કરવામાં આવે તો સમૃદ્ધિ વધે છે તેવી હિન્દુ ધર્મ પ્રમાણે માન્યતા છે અને આ દિવસે કુબેર દેવની પણ પૂજા કરવી જોઈએ.

આજે આપણે જાણીશું કે ધનતેરસ ઉપર આમાંથી કોઈ એક વસ્તુ પણ તમે ઘરે લઇ આવો છો તો લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર હંમેશને માટે રહેશે અને ક્યારેય નહીં થાય પૈસાની તંગી.

મૂર્તિ:

ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ ખરીદી જોઈએ કેમકે ધન માટે માતા લક્ષ્મી અને બુદ્ધિ માટે ભગવાન ગણેશની ઉપાસના કરવામાં આવે છે.

દીવો:

દિવાળી હોય એટલે દીવા તો જોઈએ જ એટલા માટે દિવાળી પર તમારા ઘરને ઝગમગાવા માટે દિવા ધનતેરસના દિવસે ખરીદવા જોઈએ જેમાં નાના દીવા ખરીદવા અને માટીના મોટા ત્રણ દિવા ખરીદવા જોઈએ.

કોડી:

પ્રાચીનકાળથી ધનપ્રાપ્તિ કરવા માટે કોડીનો ઉપયોગ થાય છે. ધનતેરસના દિવસે ઓછામાં ઓછી પાંચ કોડી ખરીદવી જોઇએ અને તેની વિશેષ પૂજા કરવી જોઈએ જેનાથી અવિવાહિતોનો વિવાહ થશે અને કરજમાંથી મુક્તિ મળશે.

ગોમતી ચક્ર:

ગોમતી ચક્ર એક પ્રકારનો પથ્થર હોય છે જેની એક તરફ ચક્રની આકૃતિ બનેલી હોય છે જે ઘણા રંગના હોય છે પરંતુ સફેદ રંગનું ગોમતીચક્ર સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ધનતેરસના દિવસે ઓછામાં ઓછા પાંચ ગોમતી ચક્ર ખરીદવા જોઈએ અને તેને માતા લક્ષ્મીને અર્પણ કરવા જોઇએ.

ચાંદી:

ધનતેરસના દિવસે ચાંદી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમકે કહેવાય છે કે ચાંદી ભગવાન શિવના નેત્રમાંથી પ્રગટ થઈ છે અને ચાંદી અને સમૃદ્ધિની ધાતુ માનવામાં આવે છે.

સાવરણી:

સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. જો ધનતેરસના દિવસે સાવરણી ખરીદવામાં આવે અને દિવાળીના બીજા દિવસે તેનો ઉપયોગ કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જુની સાવરણીને દિવાળીના આગલા દિવસે ફેંકી દો જેથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા નીકળી જાય.

શૃંગાર:

ધનતેરસના દિવસે પરિણીત મહિલાઓને સોળ શણગારની વસ્તુઓ આપવી શુભ માનવામાં આવે છે. આ સિવાય લાલ રંગની સાડી અને સિંદૂર આપવાને પણ શુભ માનવામાં આવે છે તેનાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.