એક બસ પર્વત સાથે અથડાય 34 મુસાફરો ઘાયલ, એક ડ્રાઇવરનું મોત

મિત્રો હિમાચલ પ્રદેશમાં એક અકસ્માત થયો છે જ્યાં ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે ઉપર પણ ડેમ પાસે HRTC બસને અકસ્માત નડયો છે.

મિત્રો આ અકસ્માત એટલા માટે થયો કે બસના ડ્રાઈવરે કોઈ કારણસર પોતાના વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી જ પહાડ સાથે અથડાઈ હતી.

મિત્રો આ ભયંકર અકસ્માતમાં 34 લોકો ઘાયલ થયા છે જ્યારે ડ્રાઇવરનું મોત થયું છે.

આ બસ મનાલી સીમલા તરફ જઈ રહી હતી અને તેમાં ઘણા બધા મુસાફરો હાજર હતા. આ તમામ ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લોકોને મદદ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે મનાલીથી સીમલા જઈ રહેલી આ બસ પંડોહની ટોચ ઉપર સીઝર વળાંક પાસે કાબૂ બહાર નીકળી ગઇ અને પહાડ સાથે અથડાઈ.

આ અકસ્માત થયો ત્યારે બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા તેમાંથી મોટાભાગના લોકોને સામાન્ય ઇજા થઇ હતી પરંતુ બસના ડ્રાઇવરનું મોત થયું હતું.

આ અકસ્માતમાં એક બાળક ગંભીર રીતે ઘાયલ હોવાનું પણ સામે આવ્યું છે. તમામ ઘાયલોને સારવાર માટે મંડીની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માત સમયે હાઇવે પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો અને સ્થાનિક રહીશોએ પણ ઇજાગ્રસ્તોની મદદ કરી હતી.

આ ઉપરાંત અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ખાનગી વાહનો દ્વારા પણ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.