મહાશિવરાત્રી ઉપર ઘરે લઇ આવો આ 5 માંથી કોઈ 1 વસ્તુ, મહાદેવ થશે પ્રસન્ન !!

મિત્રો આપણે જાણીએ છીએ કે મહાશિવરાત્રીનો પર્વ નજીક આવી રહ્યો છે અને આ પર્વની શિવભકતો વર્ષભર રાહ જોતા હોય છે.

શિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે હાલમાં તૈયારી શરૂ થઈ ચૂકી છે. દરેક શિવાલયોમાં સવારથી જ હર હર મહાદેવના નાદ ગુંજી ઊઠે છે.

મહાશિવરાત્રીના પર્વ ઉપર શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ઉજ્જૈનના એક જ્યોતિષ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર આ દિવસે શિવજીની પૂજા કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અને આ દિવસે ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ સદાય આપણા ઉપર વરસતા રહે છે.

1. મહાશિવરાત્રી ઉપર ઘરમાં બીલીપત્ર લાવવું જોઈએ, આ બિલિપત્ર તૂટેલું ના હોવું જોઈએ એટલે કે અખંડ હોય તે જરુરી છે.

ત્યારબાદ તેને ઘરમાં લાવીને ગંગાજળથી શુદ્ધ કરી તેના ઉપર કેસરથી ઓમ લખવાનો છે અને પછી શિવજીને અર્પણ કરો ત્યારબાદ આ બીલીપત્રને ઘરની તિજોરીમાં રાખી દો.

2. જો તમારે ગ્રહ સંબંધિત કોઈ દોષ હોય અને તેના નિવારણ કરવું હોય તો મહાશિવરાત્રીના દિવસે રત્નથી બનેલું શિવલિંગ ઘરમાં લાવો ત્યારબાદ તેને રોજ પૂજા કરો. આમ કરવાથી કોઈપણ પ્રકારનો ગ્રહ દોષ હશે તો તે દૂર થઈ જશે.

3. મહાશિવરાત્રીના દિવસે ઘરમાં પારદ શિવલિંગની સ્થાપના કરો. આ શિવલિંગની સ્થાપના કરવાથી અને તેની પૂજા કરવાથી પિતૃ દોષ, કાળસર્પ દોષ અને વાસ્તુદોષ દૂર થાય છે.

4. શિવપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક મુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવજીનું સ્વરૂપ છે એટલા માટે તેને ધારણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

એટલા માટે મહાશિવરાત્રીના દિવસે આ રુદ્રાક્ષની પૂજા કરી તેને સિદ્ધ કરી ધારણ કરવો જોઈએ.

5. આ ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે ઘરમાં મહામૃત્યુંજય યંત્ર લાવી તેની પૂજા કરી તેને મંદિરમાં સ્થાપિત કરવું જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ યંત્રની નિયમિત રીતે પૂજા કરવી જોઈએ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે