વડોદરામાં બોઈલર ફાટતા ચાર લોકોના કરૂણ મોત, કંપની સામે લેવાશે કડક પગલાં

વડોદરાની અંદર વડસર બ્રીજ પાસે આવેલી એક કંપનીમાં બોઇલર ફાટતાં કંપનીમાં કામ કરતા અને કર્મચારીઓ દાઝયા છે.

કેન્ટોન લેબોરેટરી નામની કંપનીમાં અચાનક બોઇલર ફાટતાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જેને લઈને તંત્ર દોડતું થઇ ગયું છે.

બોઈલર ફાટવાની ઘટનાને લઈને આસપાસના લોકોની અંદર ભયનો માહોલ ઉભો થયો છે.

વડોદરાની મકરપુરા જીઆઈડીસીમાં કેન્ટોન લેબોરેટરીમાં બોઇલર ફાટતાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બાકીના ૧૪ જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા અને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બોઈલર ફાટતાની સાથે જ આગ ફાટી નીકળી હતી અને બોઈલરની નીચે દબાઇ જતા બે કામદારોના મોત થયા હતા જ્યારે બાળકો સહિત 14 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સાથે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે આવી ગઈ હતી.

ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ઘણું બધું નુકસાન થઈ ચૂક્યું હતું.

બોઈલરમાં થયેલો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠયા હતા અને અનેક કિલોમીટર સુધી આ વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો હતો.

આ કંપનીની આજુબાજુમાં આવેલી ઘરની દીવાલો પણ તૂટી ગઈ હતી.

કંપનીઓમાં અવારનવાર આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાતી હોય છે ત્યારે કેન્ટોન લેબોરેટરીઝ નામની કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના ફરીથી સામે આવી છે જેને લઇને કંપનીના સંચાલકો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.