અરે…ભલા માણસ !! સાવ આમ થોડું હોય, દોઢ કરોડની BMW પાણીમાં પધરાવી દીધી

મિત્રો આપણે ઘણા બધા અજીબો-ગરીબ કિસ્સાઓ સાંભળતા આવ્યા છીએ પરંતુ આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું જેને સાંભળીને તમે ચોંકી જશો.

એક ભાઈએ પોતાની લાલ રંગની બી.એમ.ડબલ્યુ કારને પાણીમાં પધરાવી દીધી.

નદીમાં વહેતી લાલ રંગની બી.એમ.ડબલ્યુ. કારને જઈને લોકો ચોંકી ગયા હતા. મિત્રો આ ઘટના છે કર્ણાટકના શ્રીરંગાપટ્ટન વિસ્તારની.

શરૂઆતમાં નદીમાં પડેલી આ કારને જોઈને લોકોને લાગ્યું કે આ કોઈ અકસ્માત થયો હશે એટલા માટે તરત જ પોલીસને જાણ કરવામાં આવી.

આ ઉપરાંત સ્થાનિક લોકોએ પણ નદીમાં ડૂબકી લગાવનાર બચાવકર્મીને કહ્યુ કે કારમાં કોઇ ફસાય તો નથી ગયું ને?

બચાવ કર્મીઓએ જ્યારે કહ્યું કે કારની અંદર કોઈ નથી ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ આવી ગઈ અને પાણીમાં ડૂબેલી કારને બહાર કાઢી.

ત્યાર બાદ ખબર પડી કે તે બી.એમ.ડબલ્યુ x6 છે, ભારતીય બજારમાં તેની કિંમત 1.3 કરોડ રૂપિયા છે જ્યારે આ કાર નદીમાં કેવી રીતે ડૂબી તેનું સાચું કારણ સામે આવ્યું ત્યારે લોકો ચોંકી ઊઠ્યા કેમ કે કારણ ખૂબ જ ચોંકાવનારું હતું.

પોલીસે કાર બહાર કાઢયા બાદ તેની તપાસ કરવા માટે પરિવહન વિભાગ પાસેથી માહિતી મેળવી ત્યારે જાણવા મળ્યું કે આ કાર બેંગ્લોરમાં રહેતા એક વ્યક્તિની છે.

ત્યારબાદ આ વ્યક્તિને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યો પરંતુ અધિકારીઓને યોગ્ય જવાબ ન મળ્યો પરંતુ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેની માતાના મૃત્યુ બાદ તે ખૂબ જ ડિપ્રેશનમાં હતો જેને કારણે તેણે પોતાની બી.એમ.ડબલ્યુ એસયુવી કારને પાણીમાં ફેંકી દેવાનો નિર્ણય લીધો હતો.

પરિવારજનોના નિવેદન લીધા બાદ પોલીસે આ વ્યક્તિને છોડી દીધો હતો અને કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી અને પાણીમાંથી કાઢવામાં આવેલી બી.એમ.ડબલ્યુ એસયુવી તે વ્યક્તિના પરિવારને પરત સોંપી દેવામાં આવી હતી.

ભારતમાં બી.એમ.ડબલ્યુ x6 એસયુવી જર્મન લક્ઝરી કાર બ્રાન્ડની સૌથી મોંઘી કારમાંની એક છે, આ મોડલની કિંમત 1.05 કરોડથી શરૂ થાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.