કઈ રીતે થયું બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ : દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે

સીડીએસ જનરલ બીપીન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

આ વિડીયો આસપાસના સ્થાનિકો દ્વારા બનાવવામાં આવ્યો છે.

તામિલનાડુના નીલગીરી જિલ્લાના પૂર્વ વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું MI17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં આપણા દેશના ચીફ ઓફ ડિફેન્સ બીપીન રાવત સહિત 13 સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં બિપિન રાવતના પત્ની મધુલિકા રાવત પણ સામેલ છે.

બિપિન રાવતના હેલિકોપ્ટરનો અંતિમ વીડિયો સામે આવ્યો છે જે ત્યાંના સ્થાનિક લોકોએ ઉતાર્યો છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર આ દુર્ઘટના પહેલા ધુમ્મસમાં જતું જોવા મળે છે.

તમિલનાડુના કુન્નુર માં થયેલા હેલિકોપ્ટર ક્રેશ બાદ સીડીએસ જનરલ બીપીન રાવત જીવતા હતા અને તે પોતાનું નામ બતાવવામાં પણ સક્ષમ હતા.

બિપિન રાવતને બચાવ કર્મીએ કાટમાળ નીચેથી કાઢીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડયા હતા પરંતુ રસ્તામાં જ તેમનું મોત થયું હતું.

બચાવકર્મીએ જણાવ્યું કે સી.ડી.એસ. જનરલ રાવતના શરીરની નીચેનો ભાગ ખૂબ જ ખરાબ રીતે સળગી રહ્યો હતો ત્યારબાદ તેમને ફટાફટ બેડશીટમાં લપેટીને એમ્બ્યુલન્સમાં લઇ જવાયા હતા.

હેલિકોપ્ટરમાં સવાર બધા લોકો આગની ઝપેટમાં એવી રીતે આવી ગયા હતા તેને ઓળખવા પણ મુશ્કેલ હતા.

બધાના શરીર આ ભયાનક આગમાં સળગી ગયા હતા હવે તો માત્ર ડી.એન.એ. ટેસ્ટ દ્વારા જ તેમની ઓળખ શક્ય બને તેમ હતી.

હેલિકોપ્ટર ગાઢ જંગલમાં પડ્યુ હોવાથી ત્યાં ફાયરની ટીમ પહોંચી શકે તેમ પણ નહોતી.

આસપાસના ઘરો અને નદીઓમાંથી પાણી લાવીને આગ બુઝાવવા ના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ ઓપરેશન ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું.

આ હેલિકોપ્ટરમાં સવાર બધા લોકો શહીદ થયા છે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે બધાના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે અને તેમના પરિવારને આ કઠિન સમયમાં હિંમત આપે.

Watch Live Video:

 

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.